આપ નેતા ઈસુદાન ગઢવી સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ, જાણો શું છે કારણ
વડાપ્રધાનના મન કી બાતના નાણાકીય ખર્ચના મુદ્દે ટ્વિટ કર્યું હતું. વિવાદ સર્જાતા ઈસુદાન ગઢવીએ ટ્વિટ ડિલિટ કર્યું હતું. સમગ્ર મામલે સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આપના પ્રદેશ અધ્યક્ષ સામે સાયબર ક્રાઈમમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગતો મળી હતી.
ઈસુદાન ગઢવી સામે સાયબર ક્રાઈમમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. મન કી બાતના ખર્ચ મામલે ટ્વીટ કર્યું હતું. વિવાદીત ટીપ્પણીના મામલે ઈસુદાન ગઢવીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઈસુદાન ગઢવીએ પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમના ખર્ચ અંગે ટ્વિટ કર્યું હતું. જેમાં મન કી બાતનો એક દિવસનો ખર્ચ 8.3 કરોડ છે. 100 એપિસોડના 830 કરોડ આપણા ટેક્સના એમ કહી ટ્વીટ કર્યું હતું.
વિવાદાસ્પદ ટ્વીટને કારણે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ યેસુદાન ગઢવીની મુસીબત વધી છે. આ ટ્વીટ પોસ્ટ કર્યા પછી તેણે તેને ડીલીટ પણ કરી દીધું. પરંતુ એક ફેક્ટચેક નામના ટ્વિટર એકાઉન્ટે આ ટ્વિટ ખોટું હોવાનો દાવો કર્યો છે.