Bharat 6G Vision Documents: ભલે તમારા ફોનમાં 4G અથવા 5G યોગ્ય રીતે કામ ન કરી રહ્યું હોય, પરંતુ દેશ 6G તરફ આગળ વધી રહ્યો છે. ગયા વર્ષના અંતમાં ભારતમાં 5G લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે 6Gનો વારો છે. દેશમાં 5G લોન્ચ કરવામાં વિલંબ થયો હોવા છતાં 6Gની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા 6G વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું. આ સાથે તેણે 6G રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટેસ્ટ બેડ લોન્ચ કર્યો છે.
આ ડોક્યુમેન્ટ્સ દેશમાં 6G ટેક્નોલોજી શરૂ કરવા અને અપનાવવામાં મદદરૂપ થશે. 5જી લોન્ચ સમયે પણ પીએમ મોદીએ 6જીની તૈયારીઓ શરૂ કરવાની વાત કરી હતી. ચાલો જાણીએ 6G ના વિઝન ડોક્યુમેન્ટ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.
6G વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરતાં પીએમ મોદીએ કહ્યું, ‘આ દાયકો ભારતનો ટેક-એડ છે. ભારતનું ટેલિકોમ અને ડિજિટલ મોડલ આસાન, સિક્યોર, ટ્રાન્સપરન્ટ, રિલાયબલ અને ટેસ્ટેડ છે. પીએમ મોદીએ આઈટીયુ (ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન) એરિયા ઓફિસ અને ઈનોવેશન સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે આ વાત કહી.
6G વિઝન ડોક્યુમેન્ટ કોણે તૈયાર કર્યું?
6G પર ટેક્નોલોજી ઇનોવેશન ગ્રુપ દ્વારા ભારત 6G વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગ્રુપ નવેમ્બર 2021માં શરૂ કરવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો, રિસર્ચ અને ડંવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એજ્યુકેશનાલિસ્ટ, ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર અને બિઝનેસમેનોનો સમાવેશ થાય છે. આ ગ્રુપનું કામ ભારતમાં 6G લોન્ચ માટે રોડમેપ તૈયાર કરવાનું છે.
ટેસ્ટ બેડનો ફાયદો શું છે?
6G વિઝન ડોક્યુમેન્ટની સાથે PM મોદીએ 6G ટેસ્ટ બેડ પણ લોન્ચ કર્યો છે. તેની મદદથી ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય પ્લેટફોર્મ વિકાસશીલ ટેક્નોલોજીનું પરીક્ષણ કરી શકશે.
સરકારનું શું કહેવું છે?
સરકારનું કહેવું છે કે ઈન્ડિયા 6G વિઝન ડોક્યુમેન્ટ અને 6G ટેસ્ટ બેડ દેશને ઈનોવેશન સક્ષમ કરવામાં, ક્ષમતા વધારવામાં અને નવી ટેકનોલોજીને ઝડપથી અપનાવવામાં મદદ કરશે.
6G વિઝન 2022માં જ વિઝનનો આપ્યો હતો સંકેત
ગયા વર્ષે ઓગસ્ટમાં પીએમ મોદીએ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનના અંતે કહ્યું હતું કે સરકાર 6જી લોન્ચની તૈયારી કરી રહી છે, જે આ દાયકાના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આ સાથે તેમણે યુવાનો અને ઈનોવેટર્સને આ તકનો લાભ લેવા જણાવ્યું હતું અને નવા ઉકેલો શોધવા અપીલ કરી હતી.
ગયા વર્ષે 5G સર્વિસ શરૂ કરવામાં આવી હતી
ગયા વર્ષે 1 ઓક્ટોબરે ભારતમાં 5G સર્વિસ શરૂ કરવામાં આવી હતી. ટેલિકોમ્યુનિકેશન વિભાગને 5G સ્પેક્ટ્રમની હરાજીમાં 1.50 લાખ કરોડ રૂપિયાની બિડ મળી હતી.