રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત કમિશનર, યુવક સેવા અને સાંસકૃત્તિક પ્રવૃ્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત કલા સંસ્કૃત્તિથી લોકો માહિતગાર થાય તે હેતુથી “કલા મહાકુંભ-૨૦૨૩-૨૪” આયોજન થનાર છે જેનુ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૪/૧૦/૨૦૨૩ છે આ વર્ષે કલા મહાકુંભમાં કુલ-૩૭ વિવિધ સાંસ્કૃત્તિક કૃત્તિઓ અને કુલ-૦૪ વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકાકક્ષાએથી શરૂ થતી કુલ-૧૪ કૃત્તિ જેમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધ, સુગમસંગીત, લગ્નગીત, તબલા, હારમોનીયમ (હળવુ), લોકગીત/ભજન, સીધી જિલ્લાકક્ષાએથી સ્પર્ધા કાર્યલેખન, ગજલ શાયરી લેખન, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલ બેન્ડ, ઓર્ગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) તેમજ સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં ઓડિસી, મોહિની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીતાર, વાયોલીન, વાંસળી અને સીધી રાજયકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં પખાવજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઇ, જોડીયાપાવા, રાવણહથ્થો વગેરે કૃત્તિઓ યોજાશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને આથી જણાવવામાં અવો છે કે કલામહાકુંભની વિગતવાર ફોર્મ નિયમો તથા પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, સી-વીંગ, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ, સેકટર-૧૧, ગાંધીનગર ઉપરોકત જણાવેલ સ્થળ પરથી નિયત નમૂનામાં પ્રવેશપત્ર મેળવી તા.૨૪/૧૦/૨૦૨૩ સુધીમાં કચેરીના કામકાજના દિવસો તથા કામકાજના સમયે ફોર્મ સાથે આધારકાર્ડની નકલ જમાં કરાવી જવાનુ આથી જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગાંધીનગર જણાવવામાં આવ્યુ છે.