મુખ્યમંત્રી આજે બપોરે 3 કલાકે મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આયોજિત રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે સ્વાગત કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી પદના બીજીવાર શપથ લીધા બાદ પ્રથમ વખત સીએમનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આજે 22 ડિસેમ્બર 2022ના રોજ રાજ્યના સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેશે.
રાજ્ય જિલ્લા તાલુકા ગ્રામ્ય સ્વાગતમાં મળી અનેત રજૂઆતોના સુખદ નિવારણ લાવવામાં આવતુ છે. સામાન્ય માનવીની રજૂઆતો-ફરિયાદોનું ન્યાયી અને સમયસર નિવારણ થાય તે માટે જિલ્લા અધિકારીઓને મુખ્યમંત્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણની સ્થિતી હળવી થતાં સ્વાગત કાર્યક્રમ નિયમીત પણે યોજવા ભૂપેન્દ્ર પટેલે માર્ગદર્શન પણ અગાઉ આપ્યું હતું.
તેઓ આજે જનતા એટલે કે, નાગરિકોની રજૂઆતો સીધી સાંભળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક આ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા ફરિયાદો પર રાજ્યવ્યાપી ફોકસ, જે નરેન્દ્ર મોદી દ્વારા ટેક્નોલોજી દ્વારા નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોના નિરાકરણ માટે શરૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ બપોરે ગાંધીનગરમાં યોજાશે
આ સંદર્ભે મુખ્યમંત્રી આજે બપોરે 3 કલાકે મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આયોજિત રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે. આગામી ગુરુવારે રાજ્યના સ્વાગતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જનતા સમક્ષ રજૂઆતો કરશે.