ચા સિવાય પણ દૂધ,પફ,બોર્નવીટા,કોલ્ડ કોફી પ્રોડક્ટ પણ તેઓ વેચાણ કરે છે.તેઓ પીએમ મોદીના ચા પાર વેંચતા હોય તેવો ફોટો જોઈને ઇન્સ્પાયર થયા હોવાનું કહેવામાં આવે છે.
આ વાત છે ભરૂચના પંકજભાઈ પટેલની કે જેઓ અહીં છેલ્લા 26 વર્ષથી ગાયત્રી ટી એન્ડ મિલ્ક સ્ટોર નામે ચાની દુકાન ચલાવે છે.તેઓની 63 વર્ષે પણ તેઓ પીએમ મોદીના ખૂબ જ મોટા ફેન છે.2014થી જ તેઓ પીએમ મોદીના પોસ્ટરો લગાવે છે.જેથી લોકો અહીં આવે છે અને પીએમ મોદીની ચર્ચાઓ કરે છે.જેથી તેઓ અનોખો અનુભવ કરે છે.
આટલેથી જ નહિ તેઓએ હાલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સારું પ્રદર્શન કરતા પીએમ મોદીના નવા પોસ્ટરો પણ લગાવે છે.આ વખતે તેમણે પીએમ મોદીની સાથે તેમના માતા હીરા બા સાથેનું નવું પોસ્ટર પણ લગાવ્યું છે.
આ ઉપરાંત પીએમ મોદીના અનેક પોસ્ટરો પણ તેઓએ લગાવ્યા છે,જેથી પીએમ મોદીના અનેક ચાહકો પણ તેમને ત્યાં ચા પીવા માટે આવી રહ્યા છે.
આ ઉપરાંત અહીં તેઓ ચા સિવાય પણ દૂધ,પફ,બોર્નવીટા,કોલ્ડ કોફી પ્રોડક્ટ પણ તેઓ વેચાણ કરે છે.તેઓ પીએમ મોદીના ચા પાર વેંચતા હોય તેવો ફોટો જોઈને ઇન્સ્પાયર થયા હોવાનું કહેવામાં આવે છે.