જણાવી દઈએ કે ઉત્તરાખંડના 5 જિલ્લા સિસ્મિક ઝોન 5માં આવે છે એટલે કે ભૂકંપની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ અથવા સૌથી ખતરનાક ઝોન. આ જિલ્લાઓ રૂદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથોરાગઢ, ચમોલી અને ઉત્તરકાશી છે
હવામાને વધારી છે મુશ્કેલી
જણાવી દઈએ કે અગાઉ તિરાડો પડવાને કારણે ધસી રહેલા ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં બગડતી હવામાનની સ્થિતિથી ભારે ઠંડીએ પીડિતોની ચિંતા વધારી દીધી છે. જોશીમઠમાં બુધવારે સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને સામેના ઊંચા શિખરો પર હળવી હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી. જેના કારણે આ વિસ્તારમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને છેલ્લા કેટલાક દિવસો કરતા વધુ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
સિસ્મિક ઝોન 5 માં આવે છે 5 જિલ્લાઓ
જણાવી દઈએ કે ઉત્તરાખંડના 5 જિલ્લા સિસ્મિક ઝોન 5માં આવે છે એટલે કે ભૂકંપની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ અથવા સૌથી ખતરનાક ઝોન. આ જિલ્લાઓ રૂદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથોરાગઢ, ચમોલી અને ઉત્તરકાશી છે. જ્યારે, ઉધમ સિંહ નગર, નૈનીતાલ, ચંપાવત, હરિદ્વાર, પૌરી ગઢવાલ અને અલમોડા જિલ્લાઓ સિસ્મિક ઝોન 4માં સામેલ છે. આનાથી અંદાજો લગાવી શકાય કે ઉત્તરાખંડના પહાડોમાં દરેક હિલચાલ કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે.