વડોદરા: તારીખ ૧૨મી જાન્યુઆરી, ગુરૂવારના રોજ વડોદરામાં વાઘોડિયા ના દત્તપુરા ખાતે સમય સવારે ૧૦ કલાકથી લઈને બપોરે ૩ વાગ્યા સુધી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી જીજ્ઞાશા એચ. ઠાકોર (એડવોકેટ અને નોટરી) ના નેતૃત્વમાં કાર્ય કરતું ‘અજર અમર ટ્રસ્ટ’ દ્વારા એસ એસ જી હોસ્પિટલના મેડિકલ કોલેજ વડોદરાના મોબાઈલ હોસ્પિટલ યુનિટ ના સહયોગથી ફ્રી મેડિકલ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને અવગડ ના પડે તેથી જરૂરિયાત મુજબ દવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી.
જેમાં સદર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ મેડીસીન વિભાગ, ઓ એન્ડ જી વિભાગ, ચામડી વિભાગ, બાળરોગ વિભાગ, ઓપ્થલિમ્પ વિભાગ અને ઓર્થોપેડીક જેવા દરેક વિભાગમાંથી ૧ નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહીને તેમની ટીમના સહયોગ તથા સહકારથી કેમ્પનું સફળ આયોજન થયું હતું. જેનો લાભ વાઘોડિયા પરિસરમાં રહેતા મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ, પુરુષો અને સિનિયર સિટીઝનો દ્વારા લેવામાં આવ્યો હતો અને આ સંસ્થા નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરતી રહે તેવી સ્થાનિક લોકોએ શુભેચ્છા પાઠવી હતી. આ વિનામૂલ્ય નિદાન કેમ્પમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ અન્ય સેવાભાવી સહયોગીઓ જેમાં શ્રી ધેર્યસિંગ જગતાપ, શ્રી નરેશભાઈ પરમાર તેમજ જયેશ્રીબેન દ્વારા જરૂરિયાતમંદોને તબીબી સહાયતા આપીને કેમ્પમાં પોતાની હાજરી આપી હતી.
ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી શ્રીમતી જીજ્ઞાશા એચ. ઠાકોર દ્વારા જણાવ્યા મુજબ ‘અજર અમર ટ્રસ્ટ’ દ્વારા વર્ષોથી નિઃસ્વાર્થ ભાવે જરૂરિયાતમંદ લોકો માટે રોજગાર, શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે જરૂરી સહાય અને આર્થિક મદતના કાર્યક્રમો કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩ના આવનારા મહિનાઓમાં ફેબ્રુઆરી – રણોલી, માર્ચ – કરચિયા, એપ્રિલ – સેવાશી, મે – ગોત્રી, જૂન – ગોરવા, જુલાઈ – ખટંબા ખાતે આ પ્રમાણે જ ફ્રી મેડિકલ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં ઓલ્ડ એજ હોમ તેમજ ગૌશાળા ખોલવા બાબતે પણ શરૂઆત કરી દીધી છે. તેથી આ કાર્ય પૂર્ણ કરવા દાનવિરોને આર્થિક મદત માટે અપીલ કરવામાં આવી છે.
ન્યૂઝ બ્યુરો: ગુજરાત પહેરેદાર, વડોદરા