રાજયના ઉમેદવારોના પડતા પર પાટુ વાગ્યું છે, તેનું એકમાત્ર કારણ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક. વહેલી સવારે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, જોકે અચાનક પેપર લીક થયાના સમાચારો સામે આવતા જ ઉમેદવારોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સમગ્ર ઘટના સામે આવતા જ સરકારે પરીક્ષાર્થીઓ પાસેથી ભાડૂ ન વસૂલવા માટેની જાહેરાત કરી હતી જોકે સરકારની જાહેરાત પછી પણ એસ.ટી. વિભાગે તમામ નિયમોને ગોળિને પી ગયું હોય તેવી ઘટનાઓ સામે આવી હતી. અરવલ્લી જિલ્લા એસ.ટી. તંત્રએ આવા ઉમેદવારો પાસેથી ભાડૂ વસૂલતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો.
અરવલ્લી જિલ્લાના અલગ – અલગ વિસ્તારોમાંથી સાબરકાંઠા જિલ્લામાં પરીક્ષા આપાવ ઉમેદવારો ગયા હતો, જોકે પેપર લીક થયા પછી તમામ ઉમેદવારો ઈડરથી મોડાસા વાયા શામળાજી થઈને પરત ફર્યા હતા જોકે આ તમામ ઉમેદવારો પાસેથી ભાડૂ વસૂલ કરવામાં આવતા રોષ જોવા મળ્યો હતો. સરકારની જાહેરાત પછી પણ અરવલ્લી જિલ્લા એસ.ટી. તંત્રની ઘોર બેદરકારીથી ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો.
સરકારની જાહેરાત પછી પણ એસ.ટી. વિભાગ એક જ વાત કરતું રહ્યું કે, પરીપત્ર નથી આવ્યો અને જેનો ભોગ પરીક્ષાર્થીઓ બન્યા હતા.