કહેવામાં આવી રહ્યું છે કે દર્શના નોર્થ કાઉન્ટી સીટ પરથી પોતાનું નસીબ અજમાવશે. આ સીટ બ્રાયન માઇશેનના કાર્યકાળની સમાપ્તિ બાદ ખાલી થવા જઈ રહી છે.
‘હું ઇમિગ્રન્ટ્સના સપના સાકાર કરવા માગું છું’
ડેમોક્રેટ તરફથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા દર્શના પટેલે જણાવ્યું હતું કે, અમેરિકન ડ્રીમને સાકાર કરવા માટે સંઘર્ષ કરનારા ઇમિગ્રન્ટ્સની પુત્રી તરીકે, હું જાણું છું કે તેમના પરિવારો મુશ્કેલ સમયમાં કેવા પડકારોનો સામનો કરે છે.” ટાઈમ્સ ઓફ સાન ડિએગોના રિપોર્ટ અનુસાર, દર્શના પટેલ જ્યારે ટીનેઝર હતી ત્યારે તે કેલિફોર્નિયામાં આવી હતી. તેમણે ઉમેદવારી અંગે કહ્યું કે, હું રાજ્ય વિધાનસભા માટે લડી રહી છું કારણ કે હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે દરેકને સફળ થવાની અને વિકાસ કરવાની તક મળે. કારણ કે હું એક વૈજ્ઞાનિક, ચૂંટાયેલી શાળા બોર્ડની સભ્ય રહી છું, અને નેતા તરીકે હું મારા અનુભવનો ઉપયોગ કરીને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની કોશિશ કરીશ.
દર્શના પટેલ 2020માં પોવે યુનિફાઇડ બોર્ડમાં ફરીથી ચૂંટાયા હતા. સ્કૂલ બોર્ડમાં તેમના કામ ઉપરાંત, હાલ દર્શન પટેલ એશિયન અને પેસિફિક આઇલેન્ડર અમેરિકન અફેર્સ પર કેલિફોર્નિયા કમિશન અને સાન ડિએગો કાઉન્ટી સ્કૂલ બોર્ડ એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપે છે. તેણીએ અગાઉ રાંચો પેનાસ્ક્યુસ પ્લાનિંગ બોર્ડ, રાંચો પેનાસ્ક્યૂસ ટાઉન કાઉન્સિલ, પાર્ક વિલેજ એલિમેન્ટરી સ્કૂલ પીટીએ અને એજ્યુકેશન ફાઉન્ડેશન બોર્ડમાં એક્ઝિક્યુટિવ હોદ્દાઓ સંભાળ્યા છે. દર્શના પટેલ, તેમના પતિ અને તેમની ત્રણ પુત્રીઓ સાથે સાન ડિએગોમાં રહે છે. દર્શના હવે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે અને કેલિફોર્નિયામાં નોર્થ કાઉન્ટી સીટ પર દાવેદારી દાખવી રહી છે.