બિલ્ડર એસોસિએશનનું કહેવું છે કે, રજૂઆત બાદ હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો પરંતુ સીએમ સકારાત્મક હોવાનો તેમણે દાવો કર્યો છે.
જંત્રીની ઝંઝટ વચ્ચે બિલ્ડરો ગાંધીનગર પહોંચ્યા છે. સીએમને જંત્રીના ભાવ વધારાને લઈને રજૂઆત કરશે. એક મેથી ભાવ વધારો કવા રજૂઆત કરવામાં આવી હતી. સચિવાલય ખાતે બિલ્ડર એસોસિએશન દ્વારા સીએમની સાથે આજે મુલાકાત કરવામાં આવી હતી. જંત્રીનો ભાવ રાજ્ય સરકાર દ્વારા અચાનક વધારીને જે હતો તેના કરતા ડબલ કરાયો છે. 12 વર્ષ બાદ આ ભાવમાં વધારો કરાયો છે. જંત્રીના ભાવ વધતા જમીન અને મકાન ખરીદવા મોંઘા બની રહ્યા છે. એફોર્ડેબલ મકાનોની ખરીદી પણ મોંઘી પડશે.
ત્યારે આ મામલે મીડિયા સાથે વાતચીતમાં બિલ્ડર એસોસિએશનનું કહેવું છે કે, 1 મેના જંત્રીના ભાવ લાગુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. સરકારે નિર્ણય જાહેર નથી કર્યો. સીએમ સકારાત્મક હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી અને અધિકારીઓએ નવી જાહેર કરે તેવી શક્યતા છે. તેમણે જંત્રીના ભાવ 33-33 ટકા વધારવાની માંગ કરી છે.