જૂનાગઢના ભવનાથ મેળામાં આવતા લાખો યાત્રિકોના ભોજન પ્રસાદ માટેની ચિંતા તંત્રની જવાબદારી નથી ભવનાથ મેળામાં આવતા લાખો યાત્રિકોને ભોજન પ્રસાદ કરાવવા માટે અન્નક્ષેત્રોના સંચાલકો પડા પડી કરતા હોય છે દરેક સેવાભાવી લોકો પુણ્ય કમાવવાના હેતુથી ભોજન માટે શ્રદ્ધાળુઓને જેમ પોતાના સગા વ્હાલાઓને આવકારતા હોય તેમ આવકારે છે
લાખો લોકો નિ:શુલ્ક ભોજન એ પણ ચાર દિવસ સુધી આપવું તે એક પડકાર જનક બાબત છે દરેક શ્રદ્ધાળુઓને ભાવભર ભોજન પ્રસાદ આપવામાં આવે છે શ્રદ્ધાળુઓ પણ ભોજન પ્રસાદ કરી સંચાલકો અને દાતાઓને આશીર્વાદ પણ આપતા હોય છે અન્નક્ષેત્રોના સંચાલકોના જણાવ્યા પ્રમાણે દાન આપવા માટે દાતાઓ પણ પડા પડી કરતા હોય છે અને સૌથી મહત્વની જવાબદારી જો કોઈ હોય તો તે સ્વયંસેવકોની છે સારા સારા કરોડપતિ અને ઉદ્યોગપતિઓ પોતાની ત્રણ ત્રણ પેઢીઓ સાથે શ્રદ્ધાળુઓને ભોજન પીરસવામાં વાસણ સાફ કરવાની સેવા કરતા જોવા મળે છે લોકોના ઘરે એક સામાન્ય પ્રસંગ હોય તો પણ કેટલાય દિવસોથી તૈયારી કરવી પડે અને પરિવારના જવાબદાર લોકો સતત તેની ચિંતામાં રહેતા હોય છે પરંતુ શિવરાત્રીના મેળામાં આવતા લાખો યાત્રિકોને માત્ર મેળામાં આવી ગયા બાદ કોઈ પણ જાતનો ખર્ચ કરવો પડતો નથી અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ભોજન પ્રસાદ નિઃશુલ્ક મળે છે લાખો માણસોને જમાડવા માટે સામાજિક સંસ્થાઓ સેવાભાવી લોકો બહારગામથી જુનાગઢ આવી અને અન્યક્ષેત્રો શરૂ કરે છે