પ્રાંતિજ નગરના પ્રાણ પ્રશ્નો ની યાત્રા દરમ્યાન પેફલેટ નગરજનોને વેચવામા આવ્યા હતા અને આવો હાથ સે હાથ જોડો યાત્રા માં જોડાઓ નગરના લોકોને આહ્વાન કર્યુ હતુ
રાહુલ ગાંધી એ સપ્ટેમ્બર મા કન્યા કુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યદયાત્રા શરૂ કરી અને ૪૦૦૦ કિલો મીટર ચાલીને દેશના ખૂણે ખૂણે એકતા અને અખંડતા સાથે હાથસે હાથ જોડો પદયાત્રા એછે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ કોંગ્રેસ શહેર સમિતી અને તાલુકા સમિતી દ્રારા આજે પ્રાંતિજ ખાતે આવો હાથસે હાથ જોડો પદયાત્રા કાઢવામા આવી હતી જેમા પ્રાંતિજ નગર પાલિકા વિસ્તાર માં નગરના પ્રાણ પ્રશ્નો સહિત લોકોને કોંગ્રેસ સાથે હાથ સે હાથ જોડો પદયાત્રા મા જોડાવા તથા કોંગ્રેસ સાથે જોડાવા અનુરોધ કર્યો હતો તો પેફલેટ વેચાણ કરી નગરપાલિકા વિસ્તાર ની સમસ્યો તથા ભાજપ સાસિત પાલિકા મા ૮૨ લાખનો ઓન પેપર ભ્રષ્ટાચાર થયેલ તે તટસ્થ તપાસ કરવાની માંગ તથા વાર તહેવારોમાં જ વીજ કનેકશન કપાતા પ્રજાને હાલાકી જેવા પ્રશ્નો તથા રેલ્વેસ્ટેશન વિસ્તાર મા સ્કુલ -કોલેજ આવેલ છે જે જગ્યાએ ભારે વાહનો બંધ કરી બાયપાસ રોડ ચાલુ કરવો , બસ ડેપો ની જગ્યા દાનમા આવીછે છતાંય બસ ડેપો ચાલુ થતો નથી અને એનુ ખાત મુહૂર્ત પાંચ થી છ વખત થયુ છે તો સિવિલ પાસે અંડર બ્રીજ ની માંગ સહિત ની સમસ્યા ને લઈ ને પેફલેટ વેચાણ દ્રારા લોકોને જાગૃત કર્યા હતા તો મંદી મોંઘવારી , બેરોજગારી , ભષ્ટ્રાચાર થી મુકત થવા કોંગ્રેસ સાથે હાથ સે હાથ જોડો પદયાત્રા દરમ્યાન નગરજનો ને વેપારીઓ ને આહ્વાન કર્યુ હતુ અને ડોર ટુડોર હાથ સે હાથ પદયાત્રા દરમ્યાન પેફલેટ નુ વિતરણ કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે ધારાસભ્ય અમીતચાવડા , ખેડબ્રહ્મા ના ધારાસભ્ય ર્ડા.તુષારચૌધરી , તાલુકા પ્રમુખ કૌશિકભાઇ પટેલ , રેખાબેન સોલંકી , નૂતનભાઇ પરમાર , તાલુકા પ્રમુખ ચિરાગ પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાંઉપસ્થિત રહ્યા હતા