આ કાર્યક્રમ વડોદરા ઝોનના કુલ 26 નગરપાલિકાના 6 જિલ્લા, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર અને પંચમહાલમાં યોજાશે
ભારત G-20 સમિટ-2023નો યજમાન દેશ બન્યો છે, ત્યારે તેની માહિતી લોકો સુધી પહોંચવી જોઈએ અને આ વિવિધ દેશો અને રાજ્યોમાં આ માટે આયોજનો થઈ રહ્યા છે.
21 ફેબ્રુઆરીએ 26 નગરપાલિકાઓમાં મેરેથોન
મ્યુનિસિપાલિટી વડોદરા ઝોન હેઠળ વડોદરા ઝોનની 26 નગરપાલિકાઓમાં જી-20 સિટીવોક મેરેથોનનું આયોજન મ કરવામાં આવશે. જી20 સમિટના પગલે 21 ફેબ્રુઆરીના રોજ સવારે 8.30 કલાકે મેરેથોન થશે જે 4 કિમીની રહેશે. મહાનગરપાલિકા વિસ્તારમાં ચાર કિમીના રૂટ પર આ મેરેથોન યોજાશે. આ G-20 સિટીવોક મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પ્રમુખ અને અન્ય ચૂંટાયેલા અધિકારીઓ અને પાલિકાના નાગરિકો ભાગ લેશે.
આ કાર્યક્રમ વડોદરા ઝોનના કુલ 26 નગરપાલિકાના 6 જિલ્લા, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર અને પંચમહાલમાં યોજાશે. જે અંતર્ગત આ કાર્યક્રમોમાં નગરપાલિકાઓ અને સમગ્ર રાજ્યના લોકોને સામેલ કરવા અને વધુમાં વધુ જનભાગીદારી મળે તે હેતુથી જી-20 સમિટ અંતર્ગત અન્ય નગરપાલિકાઓ પણ જોડાશે.