અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા મહિલાઓ પર ઘણા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. દરમિયાન, તાલિબાને તેમના શાસન હેઠળના દેશના બે પ્રાંતોમાં ગર્ભનિરોધકના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે
તાલિબાને ફરી એકવાર વિવાદાસ્પદ ફરમાન આપ્યું છે. તાલિબાનને લાગે છે કે આ ગર્ભનિરોધકનો ઉપયોગ મુસ્લિમ વસ્તીને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે. આ કારણોસર, તેમણે ઘરે-ઘરે જઈને ચેતવણી આપી છે કે આ દવાઓનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં થવો જોઈએ નહીં. દુકાનદારોને પણ ધમકી આપવામાં આવી છે, આવી કોઈ દવા સ્ટોકમાં રાખવાની પરવાનગી નથી.
એક સમાચાર એજન્સી સાથે આ અંગે ચર્ચા કરતા એક દુકાન માલિકે જણાવ્યું કે તાલિબાનો બે વખત તેમના સ્ટોરની મુલાકાતે આવ્યા હતા. તેમના હાથમાં બંદૂકો હતી. આ દરમિયાન ગર્ભનિરોધક ગોળીઓ ન રાખવાની ધમકી આપવામાં આવી. આ લોકો કાબુલમાં દરેક દવાની દુકાન પર સઘન તપાસ કરી રહ્યા છે. એક મહિલાએ જણાવ્યું કે તાલિબાન લોકો ધમકી આપી રહ્યા છે કે ઘરની બહાર જવાની જરૂર નથી. વસ્તી નિયંત્રણ માટે પાશ્ચાત્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું નથી.
મહિલાઓ પર ભારે પ્રતિબંધો
જ્યારથી તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી છે, ત્યારથી તેમણે લોકો પર, ખાસ કરીને મહિલાઓ પર વિવિધ નિયંત્રણો લાદ્યા છે. અફઘાનિસ્તાનમાં વિદ્યાર્થિનીઓને યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા ન આપવી, મહિલાઓને પાર્ક, જીમમાં જવા પર પ્રતિબંધ વગેરે જેવા ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.