Metro Cash & Carry: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના બિઝનેસ નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યા છે. ભૂતકાળમાં કેમ્પા કોલાને હસ્તગત કર્યા પછી, હવે ગ્રુપે અન્ય કંપનીના ટેકઓવરની પ્રક્રિયા પૂર્ણ કરી છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, રિલાયન્સ રિટેલ (Reliance Retail)એ દેશમાં જર્મન કંપની મેટ્રો એજી (Metro AG) ના હોલસેલ બિઝનેસના અધિગ્રહણને મંજૂરી આપી દીધી છે.
2,850 કરોડ રૂપિયામાં થઈ ડીલ
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની પેટાકંપની છે, જ્યારે મેટ્રો એજી (Metro AG) ની મેટ્રો કેશ એન્ડ કેરી ઈન્ડિયા (Metro Cash & Carry India) ભારતમાં હોલસેલ બિઝનેસ કરે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, એવી જાહેરાત કરવામાં આવી હતી કે આરઆરવીએલ (RRVL)એ કંપનીમાં 100 ટકા હિસ્સા માટે 2,850 કરોડ રૂપિયામાં ડીલ કરી છે. રેગ્યુલેટરે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) દ્વારા મેટ્રો કેશ અને કેરી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના અધિગ્રહણને મંજૂરી આપવામાં આવી છે.
મેટ્રો વિશે વધુ જાણો
મેટ્રો ઈન્ડિયાએ દેશમાં 2003માં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. મેટ્રો એજી દેશની પ્રથમ કંપની હતી જેણે કેશ એન્ડ કેરી બિઝનેસ ફોર્મેટ રજૂ કર્યું હતું. કંપનીના 21 શહેરોમાં 31 મોટા સ્ટોર્સ છે, જેના પર અમારી રિલાયન્સ માલિકી ધરાવે છે. આ શહેરોમાં કંપનીના સ્ટોર્સમાં 3500થી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ અધિગ્રહણ બાદ રિલાયન્સ રિટેલને સીધો ફાયદો થશે.
50 વર્ષ જૂની કેમ્પા કોલાને ફરીથી રજૂ કરાશે
રિલાયન્સ તેના બિઝનેસને ઝડપથી વિસ્તાર કરી રહી છે. હવે કંપનીએ 50 વર્ષ જૂના ડ્રિંકને નવા અંદાજમાં રજૂ કરવાનો નિર્ણય લીધો છે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ ગુરુવારે દેશની 50 વર્ષ જૂની આઇકોનિક બેવરેજ બ્રાન્ડ કેમ્પા કોલાને ફરીથી રજૂ કરવાની જાહેરાત કરી હતી. RCPL એ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની છે.
જાન્યુઆરીમાં ખરીદ્યુ હતું ડ્રિંક્સ ગ્રૂપ
આપને જણાવી દઈએ કે, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) દૈનિક ઉપયોગની વસ્તુઓમાં ડીલ કરે છે. આ એક FMCG કંપની છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં RCPL એ ગુજરાત સ્થિત કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક અને જ્યુસ બનાવતી કંપની સોશિયો હઝુરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડમાં 50 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. અગાઉ, તેણે 22 કરોડ રૂપિયામાં પ્યોર ડ્રિંક્સ ગ્રૂપ પાસેથી કેમ્પા બ્રાન્ડ હસ્તગત કરી હતી.