ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ ન મળતા કોંગ્રેસે કહ્યું કે, વિપક્ષનું નેતાનું પદ ના આપવું તે લોકશાહીનું અપામાન છે. કોંગ્રેસના પ્રયાસો છતાં પદ આપવામાં નથી આવ્યું.
કોંગ્રેસે અમિત ચાવડાને 17 ધારાસભ્યોમાંથી વિપક્ષ નેતાનું પદ આપ્યું છે પરંતુ આ પદ ના મળતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં કોંગ્રેસે આ પદ આપ્યું હતું પરંતુ વિપક્ષનું નેતાનું પદ ના આપવું તે લોકશાહીનું અપામાન છે તેમ તેમણે કહ્યું હતું.
વિપક્ષ નેતાનું પદ ના મળવા બદલ સી.જે.ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારે ભલે વિરોધ પક્ષના નેતાનું પદ આપ્યું નથી. પરંતુ અમે અમારી ભૂમિકા નિભાવીશું. ત્યારે કોંગ્રેસ આ ભૂમિકામાં વિધાનસભાની અંદર તો જોવા મળશે જ પરંતુ આ સિવાય તેમણે વિરોધ વિધાનસભાની બહાર પણ જારી રાખ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ પ્લે કાર્ડ સાથે વિવિધ મુદ્દે સરકારને ઘેરી હતી. આ સાથે શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા. આ ઉપરાંત આ સાથે ગૃહમાં તેમનો હોબાળો અદાણીથી લઈને પેપર લીક સહીતના અનેક મુદ્દે જોવા મળી શકે છે.
વિપક્ષ નેતાનું પદ ના મળવા બદલ સી.જે.ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, 156 બેઠકો જીતીને સરકાર ગર્વ અનુભવે છે. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાત પછાત છે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે વિધાનસભાના આ નિયમો હતા. સરકારે વિધાનસભાના નિયમોનું પાલન કરવું જોઈએ અને પોસ્ટ્સ આપવી જોઈએ. અમે સકારાત્મક વિરોધની ભૂમિકા ભજવીશું. તેમ તેમણે કહ્યું હતું.