વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. 17 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. જયાં તેઓ સૌરાષ્ટ્રમાં રોડ શો કરીને ગુજરાત દક્ષિણ ભારતના રાજ્ય તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે.
સોમનાથ મહાદેવના દર્શન કરશે. સૌરાષ્ટ્ર અને તમિલ સંગમ કાર્યક્રમનો તેઓ પ્રારંભ કરાવશે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ખૂબ મહત્વનો છે ત્યારે આગામી સમયમાં આ કાર્યક્રમનો પ્રારંભ તેઓ કરાવશે. 17 એપ્રિલના રોજ ભવ્ય રોડ શો કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવશે.
તમિલનાડુના 9 શહેરોમાં રોડ શોનું આયોજન
કેન્દ્ર સરકારે એપ્રિલ મહિનામાં કાશી સંગમની તર્જ પર સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જરાત અને તામિલનાડુ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં આવશે. ગુજરાત અને તમિલનાડુના મુખ્ય શહેરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સંગમમ પહેલા તમિલનાડુના 9 શહેરોમાં રોડ શોનું આયોજન કરવામાં આવશે. આ રોડ શો આ મહિનાની 25 અને 26 માર્ચે યોજાશે. જેનો દેશ વ્યાપી પ્રારંભ પીએમ મોદી દ્વારા કરાવવામાં આવશે.
ગુજરાતથી ભાજપનો દક્ષિણ રાજ્ય તમિલમાં છે રાજકિય સંકેત
ગુજરાતની રાજનિતીથી પીએમ મોદીએ પ્રારંભ કર્યો હતો ત્યારે સીએમથી તેઓ અહીંથી પ્રચંડ બહુમતી સાથે પીએમ બન્યા હતા. આ ઉપરાંત ગુજરાત એ ભાજપનો ગઢ છે ત્યારે આગામી સમયમાં ભાજપનું દક્ષિણ ભારતનું મિશન છે. ત્યારે આ મિશન અંતર્ગ ભાજપ આગળ વધી રહ્યું તે પણ આ વાતનો એક સંકેત છે. તમિલનાડુમાં ચેન્નાઈ, મદુરાઈ, ડિંડીગુલ, પરમાકુડુ, સાલેમ, કુમ્બકોનમ, તંજાવૂડ અને ત્રિચીમાં કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે.