March 20, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ: દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ, 4 વર્ષમાં 8.5 લાખ મૅટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન
ગુજરાત

રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ: દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ, 4 વર્ષમાં 8.5 લાખ મૅટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન

by gujarat paheredarJuly 10, 20230
શેર 1

છેલ્લા 4 વર્ષોમાં ગુજરાતમાં સરેરાશ વાર્ષિક 8.5 લાખ મૅટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન થયું છે. માછીમારોની આવકમાં પણ થયો વધારો થયો. પરિવારદીઠ વાર્ષિક આવક રૂ.6 લાખથી વધીને રૂ.10 લાખ થઈ છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ વર્ષ 2022-23માં ભારત સરકારે રૂ.286 કરોડથી વધુના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. ગુજરાત 10 અને 11 જૂલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બ્લૂ ઇકોનોમીને સતત પ્રોત્સાહન અને ગુજરાત સરકારની વિવિધ પ્રોત્સાહક નીતિઓના કારણે ગુજરાતમાં માછલીઓનું ઉત્પાદન સતત વધી રહ્યું છે અને માછીમારો દિવસે ને દિવસે સમૃદ્ધ થઇ રહ્યા છે. રાજ્યમાં આ બ્લૂ ઇકોનોમી તેમજ માછીમારોને વધુ પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યમાં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરી રહી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ દર વર્ષે 10 જૂલાઈના રોજ ઉજવવામાં આવે છે અને દેશના દરિયાકાંઠો ધરાવતા રાજ્યો આની ઉજવણી કરે છે. ગુજરાતમાં આ વર્ષે 10 જૂલાઈના રોજ વેરાવળમાં અને 11 જૂલાઈના રોજ પોરબંદર, જાફરાબાદ, માંગરોળ અને ઓખામાં આ દિવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્ર સાથે સંબંધિત મોર્ડન ટેક્નોલોજી વિશે માછીમારોને જાણકારી આપવામાં આવશે.

દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને
રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણીના કેટલાક દિવસ પહેલાના આંકડાઓ પરથી જાણકારી મળે છે કે ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ સ્થાને છે, જ્યારે અન્ય તમામ પ્રકારના સ્ત્રોતોમાંથી થતા કુલ માછલીના ઉત્પાદનમાં દેશમાં પાંચમા સ્થાન પર છે. છેલ્લા 4 વર્ષોની વાત કરીએ તો ગુજરાતમાં કુલ માછલીના ઉત્પાદનનો આંકડો વાર્ષિક સરેરાશ લગભગ 8.5 લાખ મેટ્રિક ટન રહ્યો છે.

વર્ષ 2022-23માં રાજ્યમાં પ્રોવિઝનલ દરિયાઈ માછલીનું ઉત્પાદન 6,97,151 મેટ્રિક ટન, જ્યારે આંતર્દેશીય માછલીનું ઉત્પાદન 2,07,078 મેટ્રિક ટન રહેવાની સંભાવના છે. આ રીતે, વર્ષ 2022-23માં ગુજરાત રાજ્યનું કુલ માછલી ઉત્પાદન લગભગ 9,04,229 મેટ્રિક ટન રહેવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દેશનો સૌથી લાંબો 1600 કિમીનો દરિયાકિનારો છે, જેનો સીધો લાભ અહીંના માછીમારો અને મત્સ્ય ઉદ્યોગને થાય છે.

વર્ષ 2018ની સરખામણીએ માછીમારોની આવકમાં દોઢગણો વધારો
ગુજરાત સરકારની સકારાત્મક અને પ્રોત્સાહક નીતિઓનો સીધો લાભ માછીમારોની આવકમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 વર્ષોમાં માછીમારોની આવકમાં લગભગ દોઢગણો વધારો થયો છે. વર્ષ 2018માં માછીમારોની આવક પરિવારદીઠ વાર્ષિક રૂ.6.56 લાખ હતી, જે હવે વધીને પરિવારદીઠ વાર્ષિક રૂ.10.89 લાખ થઈ ગઈ છે. નવીનતમ આંકડાઓ મુજબ, માછીમારોની આવકમાં વર્ષદીઠ આ રીતે વધારો થયો છે, વર્ષ 2018માં પરિવારદીઠ વાર્ષિક રૂ.6.56 લાખ, વર્ષ 2019માં રૂ.6.80 લાખ, વર્ષ 2020માં રૂ.7.39 લાખ, વર્ષ 2021માં રૂ.8.51 લાખ અને વર્ષ 2022માં રૂ.10.89 લાખ થઈ છે.

મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપી રહી છે ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2022-23માં કુલ રૂ.286.53 કરોડના વિવિધ ઘટકો ધરાવતા પ્રોજેક્ટ્સ માટે ભારત સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. તેનાથી પણ રાજ્યમાં મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિઓને વેગ મળશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2020માં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો પ્રારંભ કર્યો હતો. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) એ ભારત સરકારની એક ફ્લેગશીપ યોજના છે જે દેશમાં મત્સ્ય પાલન ક્ષેત્રમાં કેન્દ્રિત અને ટકાઉ વિકાસ માટે તૈયાર કરવામાં આવી છે.

આ યોજનાનો ઉદ્દેશ વર્ષ 2024-25 સુધીમાં મત્સ્ય ઉત્પાદનમાં વધુ 70 લાખ ટનની વૃદ્ધિ કરવાનો છે તેમજ 2024-25 સુધીમાં મત્સ્ય ઉદ્યોગ નિકાસની કમાણી વધારીને રૂ.1,00,000 કરોડ કરવાનું પણ લક્ષ્ય છે. હાલમાં, ભારતમાં મત્સ્ય ઉત્પાદન 16,248.27 હજાર મેટ્રિક ટન છે, અને નિકાસનો આંકડો 13,69,264 મેટ્રિક ટન છે. આ કુલ મત્સ્ય નિકાસના જત્થામાં ગુજરાતની વાત કરીએ તો આ આંકડો 16.9 ટકા એટલે કે 2,32,619 મેટ્રિક ટન છે.

ગુજરાત સરકાર કરી રહી છે બ્લૂ ઇકોનોમીને પ્રમોટ
ગુજરાતના 1600 કિમી લાંબા દરિયાકાંઠાની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લેવા માટે ગુજરાત સરકારે મત્સ્યપાલનના ક્ષેત્રમાં અનેક પ્રોત્સાહક પહેલો કરી છે. તેમાં ડીઝલમાં વેટના દરમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલની ખરીદી પર સબસીડીની સુવિધા, ઝીંગા માછલીઓના પાલન હેઠળ આપવામાં આવતી જમીન, રસ્તા અને વીજળીની સુવિધાઓ, નાના માછીમારો માટેના બંદરોની માળખાકીય સુવિધાઓમાં વધારો કરવો, માઢવાડ, નવાબંદર, વેરાવળ-2 અને સૂત્રાપાડામાં ચાર નવા મત્સ્ય બંદરોનું નિર્માણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત હવામાન અને સુરક્ષા સંબંધિત જાગરૂતતા જેવા પ્રયાસોથી ગુજરાતનો મત્સ્યોદ્યોગ અને માછીમારો સતત નવા શિખરો સર કરી રહ્યા છે.

શેર 1
અગાઉની પોસ્ટ
‘કાયદો વ્યવસ્થા જાળવવી એ અમારું નહીં સરકારનું કામ’, મણિપુર હિંસા પર સુપ્રીમ કોર્ટે આપ્યો ઠપકો
આગામી પોસ્ટ
કેટલાક નેતા મોહબ્બત કી દુકાન નહી નફરતનો મેગા મોલ ચલાવી રહ્યા છે -જે.પી.નડ્ડા
gujarat paheredar

Related posts

રાજકોટમાં કાયદા વ્યવસ્થા કથળી: વ્યાજ વસૂલવા વ્યજખોરે વેપારીના પુત્રનું કર્યું અપહરણ

gujarat paheredarFebruary 27, 2023

PM નરેન્દ્ર મોદીએ કર્યું દેશને સંબોધન, “કોરોનાએ ઘણું શીખવ્યું, દેશભરમાં બની રહ્યા છે પ્રાથમિક સારવાર કેન્દ્રો”

gujarat paheredarMarch 6, 2023

ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ માટે ટ્રેન વેઈટિંગ અને ફ્લાઇટ મોંઘી થઈ, લોકો ફોરવીલર અને અન્ય વાહનો ભાડે કરી ફરવા જઇ રહયા છે

gujarat paheredarDecember 14, 2022

ઉર્જા કૌભાંડ અંગે કોંગ્રેસ આક્રમક : અરવલ્લી કલેકટરને આવેદનપત્ર આપી ઉર્જા કાંડમાં સંડોવાયેલ દોષિતોને તાત્કાલિક ધરપકડની માંગ

gujarat paheredarAugust 7, 2023

નવસારી – કૃષિ યુનીવર્સીટી ખાતે જીંગા ખેડૂતોનો સંમેલન કાર્યક્રમ યોજાયો

gujarat paheredarSeptember 14, 2023

ભારત જોડો યાત્રાઃ સનોલી-સોનીપતથી ફરી શરૂ થઈ યાત્રા, આ નેતાઓએ થયા સામેલ

gujarat paheredarJanuary 6, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs

AdminMarch 18, 2026March 20, 2026
March 18, 2026March 20, 20260

Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers

AdminMarch 17, 2026March 19, 2026
March 17, 2026March 19, 20260

Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino

AdminMarch 17, 2026March 18, 2026
March 17, 2026March 18, 20260

Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni

AdminMarch 16, 2026March 17, 2026
March 16, 2026March 17, 20260

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs
  • Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers
  • Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino
  • Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni
  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136286
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક