જૂનિયર ક્લાર્કની પરીક્ષાને તંત્ર કામે લાગ્યું છે. ત્યારે પાટનગરમાં પણ જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં કોઈ ક્ષતિ ના રહી જાય તેને લઈને તૈયારી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં 121 કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવશે. ત્યારે દરેક કેન્દ્રો પરનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવશે. 140 શિક્ષકોને સીસીટીવી મોનિટરીંગ એટલે કે ઓબ્ઝર્વેશનની પરીક્ષા દરમિયાન જવાબદારી સોંપવામાં આવી છે.
ગાંધીનગરમાં જિલ્લા કલેક્ટર દ્વારા 9 એપ્રિલના રોજ યોજાનારી પરીક્ષાને લઈને પ્રેસ મીડિયા સમક્ષ કેટલીક તૈયારીઓને લઈને વિગતો આપવામાં આવી હતી. જેમાં જૂનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને દરેક કેન્દ્રો પર તૈયારી હાથ ધરાઈ છે.
માણસામાં 15 અને કલોલમાં 14 કેન્દ્રો પર પરીક્ષા
ગાંધીનગર જિલ્લાના કુલ 121 કેન્દ્રો પર 9 એપ્રિલે જૂનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. માણસા તાલુકામાં 15 અને કલોલ તાલુકાના 14 કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવશે. દહેગામ તાલુકાના 10, ગાંઘીનગર તાલુકાના 82 કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવશે.
ગાંધીનગરમાં 37 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
કુલ 1247 બ્લોકમાં 37 હજાર 400 ઉમેદવારો પરીક્ષા આપશે. ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની પરીક્ષા સુખદમય રીતે જાય તે હેતુથીટ સીસીટીવી ઓબ્ઝર્વેશન માટે કુલ 140 શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે.