ગુજરાત: ગુજરાતમાં ચૂંટણી પ્રચારના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી ને ઘેરવા માટે એક નવો વીડિયો દાવ ખેલ્યો છે. ચૂંટણીના ગરમ વાતાવરણમાં ભાજપ દ્વારા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો નવો વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેમના પર ‘સ્વામિનારાયણ સંપ્રદાય’ અને અનુયાયીઓનું અપમાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ વીડિયો શેર કરતા અમિત માલવિયાએ ટ્વિટ કર્યું, “આપના પ્રદેશ અધ્યક્ષ અને કેજરીવાલના નજીકના સાથી ગોપાલ ઇટાલિયાએ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓનું અપમાન કર્યું હતું અને તેમની શ્રદ્ધાને મૂર્ખતાપૂર્ણ ગણાવી હતી. વિશ્વભરના કરોડો હિન્દુઓ ભગવાન સ્વામિનારાયણની પરંપરાને અનુસરે છે. વીડિયોમાં એટલુજ નહિ પણ ગોપાલ ઇટાલિયા એક ખાસ સંપ્રદાયના ખાવા-પીવા પર ગુજરાતીમાં કોમેન્ટ કરતા જેમ કે.. (ટિલા ટપકા કરવા, લસણ ડુંગળી નહી ખાવું, એ બધું બક્વાસ છે) જોવા મળી રહ્યા છે.
વાઇરલ વીડિયોમાં ભાજપ દ્વારા ગોપાલ ઈટાલિયા પર સ્વામિનારાયણ સંપ્રદાયના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે.