વાલીઓ સાવધાન: વડોદરામાં ગોરવા સ્થિત એલેમ્બિક વિદ્યાલયની સ્કૂલ રીક્ષા ચાલક દ્વારા રિક્ષામાં ૧૫ વિદ્યાર્થીઓને બકરાની જેમ ભરીને સ્કૂલ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જ્યારે સ્કૂલ મેનેજમેન્ટ અને ટ્રાફિક પોલીસની બેકાળજી સામે આવેલ છે.
સ્કુલ મેનેજમેન્ટ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આજે અમે ગાડીઓ ચેક કરેલ નથી. પરંતું પ્રશ્ન એ થાય છે કે વાલીઓ પોતાના બાળકોને સ્કુલ વાનમાં સલામત અવર જવર રહે તે ઉદ્દેશથી મોકલતા હોય છે અને સ્કુલ મેનેજમેન્ટ ને નિયમોનુસાર તગડી ફી પણ ચૂકવતા હોય છે ત્યારે આવા બેદરકારી ભર્યા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે એટલે વાળી મંડળોએ આવી બેદરકારી માટે જાગૃત થવું જરૂરી બની ગયું છે. બીજો પ્રશ્ન એ થાય છે કે શું ટ્રાફિક પોલીસ આવા કિસ્સાઓ સામે કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરતી..??
આ કિસ્સો વડોદરાના ગેંડા સર્કલ સ્થિત નો છે જે ગુજરાત પહેરેદારના ન્યૂઝ બ્યુરોએ જાગૃત થઇને કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો અને ઘટના સ્થળે રીક્ષા ચાલક ને પૂછવામાં આવતા તેમણે એવું જણાવ્યું કે આજે બીજી ગાડી બંધ પડી ગઇ હોવાથી આ રિક્ષામાં વિદ્યાર્થીઓને બેસાડ્યા છે પરંતુ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ડ્રાઈવર ખોટું બોલે છે કારણ કે અમે ૧૫ વિદ્યાર્થીઓ દરરોજના આ રિક્ષામાં જ આવીએ છીએ.
ઉલ્લેખનિય છે કે શિક્ષણ એ વ્યાપારનું સાધન બની ગયું છે જ્યારે વિદ્યાર્થીઓના સલામતીના નામે પૈસા તો આંચકી લેવાય છે પરંતુ આવી બેદરકારી દરેક જગ્યાએ જોવા મળે તો નવાઈની વાત નહિ તે નક્કી છે. ગંભીર પ્રશ્ન એ છે કે જો કાલે ઊઠીને બિનજરૂરી ઘટના બને તો તે માટે જવાબદાર કોણ આ પ્રશ્ન દરેક વાલીઓને સતાવી રહ્યો છે.
ન્યૂઝ બ્યુરો: ગુજરાત પહેરેદાર, વડોદરા