વાપી ટાઉન પોલીસ સ્ટેશન 2021ના પ્રોહીબિશન ગુનાનો વોન્ટેડ આરોપી ભરત ઉદાજી ગુર્જરને મળેલ બાતમી આધારે વાપી, વૈશાલી બ્રીજ પાસે પેપીલોન હોટલની પાછળ, બાપા સીતારામ ચા ની દુકાન પાસે રોડ ઉપરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો વાપી ટાઉન પો.સ્ટે ખાતે સુપ્રત કરવામાં આવેલ છે . વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં 2019ના પ્રોહીબિશન ના ગુન્હામાં વોન્ટેડ આરોપી જ્ઞાનેશ્વર ઉર્ફે અનીલ ચીકનો દયારામ પાટીલને મળેલ બાતમી આધારે વલસાડ કોર્ટના ગેટ પાસે રોડ ઉપરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો વલસાડ રૂરલ પો.સ્ટે. ખાતે સુપ્રત કરવામાં આવેલ છે. વાપી ટાઉન પો.સ્ટે.માં વર્ષ 2021ના પ્રોહીબિશનના ગુનાનો વોન્ટેડ આરોપી (1) વિકાસ ઉર્ફે જાવેદ શ્રીરામ રામજી જયસ્વાલ (2) સિન્ટુ અશોક સરજુ પાસવાનને મળેલ બાતમી આધારે વાપી રોફેલ કોલેજ રોડ , લીલા ટાવરની સામે, રોડ પરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વાપી ટાઉન પો.સ્ટે . ખાતે સુપ્રત કરવામાં આવેલ છે. તેમજ મજકુર પકડાયેલ આરોપી વિકાસ નો વાપી ટાઉન પો.સ્ટેમાં વર્ષ 2022 પ્રોહીબિશન મુજબ (2) વાપી જી.આઇ.ડી.સી. પો.સ્ટેમાં પણ 2022ના વર્ષમાં પ્રોહીબિશન મુજબના ગુનાઓમાં વોન્ટેડ છે. તથા આરોપી સિન્ટુ અશોક સરજુ પાસવાન વાપી જી.આઇ.ડી.સી. પો.સ્ટે. માં વર્ષ 2022ના પ્રોહીબિશન મુજબના ગુનાઓમાં વોન્ટેડ છે. સદર કામગીરી એલ.સી.બી વલસાડ પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી.બારડની સુચના અને સતત માર્ગદર્શન તેમજ PSI કે.એમ.બેરીયાની રાહબરી હેઠળ એલ.સી.બી વલસાડના અ.હે.કો. મહેન્દ્ર ગુરજીભાઇ તથા અ.હે.કો. વિજય માધવરાવ તથા આ.હે.કો. અજયભાઇ અમલાભાઇ તથા આ.હે.કો. અરૂણ સીતારામ તથા અ.પો.કો. વિવેક ઘનશ્યામભાઇ તથા અ.પો.કો. યોગેશ કાન્તીલાલ તથા અ.પો.કો. નિતીન બાબુલાલ નાઓએ ટીમ વર્કથી કરેલ છે.