એલ.સી.બી વલસાડના PSI એચ.એ.સિંધા તથા સ્ટાફના માણસો વલસાડ જીલ્લા હદ વિસ્તારમાં ખાનગી વાહનમાં પ્રોહી ગુન્હા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી વલસાડના અ.પો.કો. આશીષ મયાભાઇ નાઓને મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે વલવાડા ઓવરબ્રિજ પાસે વાપીથી ભિલાડ જતા સર્વીસ રોડ પર તા.ઉમરગામ જી.વલસાડ ખાતેથી એક બંધબોડીનો ટાટા ટેમ્પો નં. MH-46-AF-7021 કિંમત 5 લાખનીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વ્હીસ્કી / વોડકા / બિયરના બોક્ષ નંગ -185 બાટલી / ટીન નંગ- 7380 કિંમત રૂપિયા 6,78000 તથા અંગઝડતીમાંથી મળી આવેલ 3500 રૂપિયાનો મોબાઇલ મળી કુલ્લ 11,81,500નો પ્રોહી મુદામાલ તપાસઅર્થે કબજે કરવામાં આવેલ છે, પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગે.કા. રીતે પ્રોહી જથ્થો વાહતુક કરવા માટે ખોટા બિલ્ટી કાગળો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગુનો કરેલ હોય તેઓ વિરૂધ્ધ કાયદેસર થવા સારૂ અ.પો.કો. આશીષ મયાભાઇએ ફરીયાદ આપતા ભીલાડ પો.સ્ટે.ને પ્રોહી એક્ટ કલમ 65 (એ) મુજબનો ગુનો દાખલ થયેલ છે. પકડાયેલ આરોપી રાજકુમાર લઉધર યાદવ ઉ.વ .50 રહે, હાલ. કુરલા, બડાબજાર શીંગડેવાડી, અંધેરી રોડ, બડાબજાર પોલીસ ચોકીની પાછળની ચાલીમાં મહારાષ્ટ્રને ઝડપી જથ્થો ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સદર કામગીરી એલ.સી.બી વલસાડ પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી.બારડની સુચના અને સતત માર્ગદર્શન આધારે એલ.સી.બી વલસાડના psi એચ.એ.સિંધા તથા સ્ટાફના અ.પો.કો આશીષભાઈ મયાભાઈ તથા અ.પો.કો વિવેકભાઈ ઘનશ્યામભાઈ તથા અ.પો.કો દશરથભાઈ જગદીશભાઈ નાઓએ ટીમ વર્કથી કરેલ.