રાજકોટમાં વધ્યા આપઘાતના બનાવ: માતાએ પોતાના બે બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળે ટૂંપો દઈ દીધો રાજકોટમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવ વધતા જઈ રહ્યા છે. લોકોમાં સહન શક્તિ પૂરી થઈ ગઈ હોય તેમ લોકો નાની નાની વાતે અમૂલ્ય જીવનનો અંત કરી નાખે છે. લોકો આત્મહત્યાની જાણે છેલ્લું પગલું વિચારી પોતાના જીવનનો અંત કરી બેસે છે જે તદન ખોટી વાત છે. રાજકોટમાંથી તેવો જ એક વિચિત્ર અને હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક માટે જ પોતાના બે સંતાનને એસિડ પીવડાવી મારી નાખ્યાં બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું. મળતી માહિતી અનુસાર ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતી પરિણીત મહિલા પોતાના પતિના આડા સંબંધથી થઈ કંટાળીને આત્મહત્યાનું પગલું ભર્યું હતું. પહેલા તેને પોતાના જ બે બાળકોને એસિડ પીવડાવી મોઢે ડૂચો ભરવી દીધો હતો જેથી બાળકો એસિડ બહાર કાઢી ન શકે આમ કરવાથી બાળકોનું મૃત્યુ થયું હતું ત્યાર બાદ તેને પોતે ઘરે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું.