અમદાવાદ ક્રાઇમ બ્રાંચને એક મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચે હાથી દાંત સાથે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી વેરાવળથી હાથી દાંત લાવીને વેચવાની ફિરાકમાં હતી. જો કે, તે પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, પ્રકાશ જૈન નામનો શખ્સ એન્ટિક ચીજ-વસ્તુઓનું વેચાણ કરે છે અને તેની પાસે હાલ એક હાથ દાંત છે, જે તે વેચવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેની પૂછપરછ હાથ ધરી હતી. આરોપી પ્રકાશ જૈને જણાવ્યું હતું કે, તેની સાથે દાઉદ ખોખર, રાવિયા ખોખર અને અનિશ ખોખર આ 14 કિલો વજનનો હાથી દાંત વેરાવળના પિતા-પુત્ર શહેબાઝ કબરાણી અને અબ્દુલ કરીમ કબરાણી પાસેથી લાવ્યા હતા અને ફતેપુરામાં એક મકાનમાં રાખ્યો હતો. રાખવામાં આવ્યો હતો.
વેરાવળના પિતા-પુત્રને પકડવા કાર્યવાહી
ત્યાર બાદ પ્રકાશ જૈન આ હાથી દાંત 35 લાખમાં વહેવાની ફિરાકમાં હતો. જો કે, આ પહેલા જ ક્રાઇમ બ્રાંચે તેને અને તેના સાથીદારોને ઝડપી લીધા હતા. હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. જ્યારે વેરાવળના પિતા-પુત્રને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.