દાહોદમાં રાત્રિ દરમિયાન ચોરોને જાણે છૂટ્ટો દોર મળી ગયો હોય તેમ ચોરો બેફાન બનતા એક જ રાતમાં 8 તાડા તૂટ્યા હતા. ચોરો દ્વારા રાધે રેસીડેન્સી, દ્રષ્ટી રેસીડેન્સી એમ 5 એપાર્ટમેન્ટમાં અંદર જઈને ટોળકીએ ચોરીને અંજામ આપ્યો હતો. પાંચ ફ્લેટના તાળા તૂટેલા, એકમાંથી રોકડ રકમ ઉપરાંત સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
રાત્રી દરમિયાન અંધારાનો લાભ લઈને તસ્કરોએ 8 મકાનોના તાળા તોડી નાખ્યા હતા જેઓ ત્યાર બાદ સીસીટીવીમાં પણ કેદ થયા હતા. દાહોદના એક બિલ્ડિંગમાં બનેલી આ ઘટના બાદ ચોરોને લઈને લોકોમાં ગભરાટ પણ ફેલાયો છે. આ પ્રકારે એક સાથે આટલા ઘરના તાળા તૂટતા ચોરીનો ભય લોકોમાં વધ્યો છે. ત્યારે રાત્રિ દરમિયાન પોલીસને પણ ચોરી કરીને પડકાર ફેંકતા ચોરોને પકડવા માટે દાહોદ જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે અને ચોરોનું પગેરું મેળવવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.
આ ચોરો સોસાયટીમાં સીસીટીવી લાગેલા હોવા છતાં પણ સીસીટીવીના ડર વિના તાડા તોડતા નજરે પડ્યા હતા. ચોરીની ઘટનામાં તસ્કરોને જાણે હવે સીસીટીવી ત્રિ નેત્રથી પકડાઈ જવાનો ભય પણ ના હોય તેમ લાગી રહ્યું છે.
ચોરીની ઘટનાઓ અવાર નવાર સતત બની રહી છે ત્યારે આ ઘટનાઓને અંજામ આપત તસ્કરો આ પ્રકારે બેફામ બની રહ્યા છે. ત્યારે તેને પકડવા માટે પણ સીસીટીવીના આધારે તજવીજ હાથ ધરવામાં આવશે.