ગુજરાત પહેરેદાર: દાહોદ, તા. ૭/૭/૨૦૨૩ ના રોજ ગરવી ગુજરાતની પ્રજાનો આત્મવિશ્વાસ ધરાવતું અને તેમના પ્રાણ પ્રશ્નોને વાંચા આપીને સમાચાર જગતમાં ઉત્કૃષ્ઠ કામગીરી માટે પંચમહાલ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, દાહોદ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં બહોળો ફેલાવો ધરાવતું “ગુજરાત પહેરેદાર” ન્યૂઝ ના તંત્રી દક્ષાબેન યાદવ અને સહ તંત્રી પ્રકાશ યાદવ દ્વારા ગુજરાત પહેરેદાર (RNI: GUJGUJ2022/81940) ન્યૂઝ માટેની દાહોદમાં શ્રી અક્ષયકુમાર દિનેશભાઈ પરમાર ની નિયુક્તિ સાથે દાહોદમાં બ્યુરો ચીફ ઓફિસની શરૂઆત કરવામાં આવી હતી.
આ શુભ અવસરે દાહોદમાં સરકારી, રાજકીય અને વિવિધ ક્ષેત્રમાં નિપુણતા ધરાવતા અને શ્રેષ્ઠ નેતૃત્વ સાથે પોતાની ફરજ નિભાવી કોઈપણ જાતિ કે ધર્મના ભેદભાવ વગર રાષ્ટ્ર અને પ્રજા હિતમાં સુખદ કાર્યો કરતા ધારાસભ્યો, સરકારી અધિકારીઓ, અને સેવકોનું તેમના પ્રશંસનીય અને નોંધપાત્ર કાર્યો માટે તા. ૦૭/૦૭/૨૦૨૩ ના રોજ “પ્રશંસા સન્માન પત્ર” થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમાં: જિલ્લા પંચાયત પ્રમુખ: શ્રીમતી શીતલબેન વાધેલા, SP: બલરામ મીણા સાહેબ, ASP: જગદીશ બાંગરવા સાહેબ, કલેક્ટર: ડો. હર્ષિત ગોસાવી સાહેબ, નિવાસી અધિક કલેક્ટર: શ્રી એ.બી. પાંડોર સાહેબ, દાહોદના ધારાસભ્ય: શ્રી કનૈયાલાલ કિશોરીજી, એ ડિવિઝન પી. આઇ: કે. એન. લાઠીયા સાહેબ, બી ડિવિઝન પી.આઇ: મુકેશ દેસાઇ સાહેબ, નગરપાલીકા પ્રમુખ: શ્રીમતી રીનાબેન પંચાલ, એલસીબી પી.આઇ: કે. ડી. ડીંડોર સાહેબ, એસ.ડી.એમ: એન.બી.રાજપુત મેડમ, નગરપાલિકા સી.ઇ.ઓ: શ્રી યશપાલ વાઘેલા, માજી સૈનિક સંગઠન પ્રમુખ: શ્રી શંકરભાઇ મોહનીયા, એસ.ઓ.જી પીઆઇ: એસ.એમ.ગામેતી સાહેબ, દાહોદ મામલતદાર: શ્રી. મનોજ મિશ્રા સાહેબ, તેમજ વરિષ્ઠ પત્રકાર દિનેશભાઇ સી. પરમારનું “ગુજરાત પહેરેદાર” અખબારના તંત્રી, સહ તંત્રી અને દાહોદના નવનિયુક્ત બ્યુરો ચીફના હસ્તે સન્માન કરવામાં આવ્યો હતો અને તેમના કાર્યોની પ્રશંસા કરીને શુભેચ્છાઓ આપી હતી.
આ અવસરે સન્માનિત તમામ અધિકારીઓએ “ગુજરાત પહેરેદાર” સમાચાર દ્વારા કરેલ પહેલ અને સન્માન માટે આભાર વ્યક્ત કરીને “ગુજરાત પહેરેદાર” ન્યૂઝ ગુજરાત ભરમાં સફળતા પૂર્વક હરણફાળ ભરશે અને છેવાડેના લોકોના પ્રાણ પ્રશ્નોને વાંચા આપશે તેવી શુભેચ્છાઓ આપી હતી.
ન્યૂઝ બ્યુરો: ગુજરાત પહેરેદાર, દાહોદ