24 કલાકમાં 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે વહેલી સવારે જ 33થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ગઈકાલથી વિધીવત ચોમાસાની શરુઆત થતાં જ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સારી એવી શરુઆત પણ જોવા મળી છે.
રાજ્યમાં ચોમાસું બેસતાની સાથે જ વરસાદી માહોલ જામ્યો છે. 2 ઈંચથી લઈને 6 ઈંચ સુધીનો વરસાદ વિવિધ વિસ્તારોમાં પડ્યો હતો. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં પોરબંદર, કુતિયાણા, વલસાડ સહીતના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. ખાસ કરીને હવામાન નિષ્ણાતો દ્વારા આગામી 3 દિવસમાં વધુ વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે જુલાઈની શરુઆતમાં પણ બંગાળની ખાડી વરસાદી સિસ્ટમના કારણે વરસાદી માહોલ જોવા મળશે.
છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં નોંધાયો વરસાદ
ઉમરગામ – 5.75 ઈંચ
ભાવનગર – 3 ઈંચ
વલસાડ – 2 ઈંચ
રાજકોટ – 1 ઈંચ
અરવલ્લી – 1 ઈંચ
અમરેલી – 1.3 ઈંચ
ઘોઘા – 2.5 ઈંચ
સાયલા – 2 ઈંચ
ભરુચ – 2 ઈંચ
ભાવનગર – 1.75 ઈંચ
માંગરોળ -1.75 ઈંચ
વાગરા – 1.50 ઈંચ
વાપી – 1.50 ઈંચ
જૂનાગઢ – 2 ઈંચ
ધોરાજી – 2 ઈંચ