IPLની 16મી સીઝનની 21મી લીગ મેચમાં પંજાબ કિંગ્સ ટીમે લખનૌ સુપર જાયન્ટ્સ ને 2 વિકેટથી હરાવ્યું અને આ સિઝનમાં તેમની ત્રીજી જીત મેળવી ને પોઈન્ટ ટેબલમાં માં ચોથું સ્થાન મેળવ્યું છે. છેલ્લી 2 મેચમાં સતત 2 હારનો સામનો કર્યા બાદ પંજાબ કિંગ્સે આ મેચમાં શાનદાર વાપસી કરી છે અને 19.3 ઓવરમાં 160 રનનો પીછો કર્યો છે.
પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ટીમ હવે 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જેમાં તેનો નેટ રન રેટ 1.588 છે, જ્યારે બીજા સ્થાને લખનૌની ટીમ છે, જેણે હવે 5 મેચમાં 3 જીત નોંધાવી છે. ટીમનો નેટ રન રેટ 0.761 છે. ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને છે, 6 પોઈન્ટ સાથે તેનો નેટ રનરેટ 0.341 છે. આ પછી પંજાબની ટીમ 6 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
કોલકાતા પાંચમા અને ચેન્નાઈની ટીમ છઠ્ઠા સ્થાને છે
હાલમાં, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે 5માં સ્થાને છે, જેમાં ટીમનો નેટ રન રેટ 0.711 છે, ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ 4 પોઈન્ટ સાથે 6ઠ્ઠા સ્થાને છે. રન રેટ 0.225 છે. 7મા સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ છે, જેના પણ 4 મેચ બાદ 4 પોઈન્ટ છે અને ટીમનો નેટ રનરેટ -0.316 છે.
હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીની ટીમો છેલ્લા 3 સ્થાને છે
છેલ્લા 3 સ્થાનોની વાત કરીએ તો, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 4 પોઈન્ટ સાથે 8મા સ્થાને છે જેમાં ટીમનો નેટ રનરેટ -0.822 છે. 9મા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 2 પોઈન્ટ સાથે કબજે કરી છે જ્યારે છેલ્લા સ્થાને દિલ્હી કેપિટલ્સની ટીમ છે જેણે આ સિઝનમાં સતત 5 હારનો સામનો કરવો પડ્યો છે.
9મા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 2 પોઈન્ટ સાથે કબજે કરી છે જ્યારે છેલ્લા સ્થાને દિલ્હી કેપિટલ્સની ટીમ છે જેણે આ સિઝનમાં સતત 5 હારનો સામનો કરવો પડ્યો છે.