ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 22મી મેચ આજે ,16 એપ્રિલ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની ટીમ માટે આ મેચ મહત્વની છે. છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે જીત નોંધાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર બાદ કોલકાતાની ટીમ જીતના પાટા પર પરત ફરવા માંગશે.
કોલકાતાનું સારું પ્રદર્શન
કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. પંજાબ કિંગ્સ સામે ઓપનર મેચ હાર્યા બાદ કોલકાતાએ સતત બે મેચ જીતીને શાનદાર વાપસી કરી હતી. આ દરમિયાન તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સને હરાવ્યા હતા. જ્યારે 14 એપ્રિલે તેને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુંબઈની ટીમ 3માંથી 2 મેચ હારી છે.
પિચ રિપોર્ટ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચને બેટ્સમેન ફ્રેન્ડલી માનવામાં આવે છે. નવો બોલ અહીં બેટ પર સરળતાથી આવે છે. છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 158 રનના લક્ષ્યનો આસાનીથી પીછો કર્યો હતો. સ્પિનર્સ અહીં અસરકારક છે. છેલ્લી મેચમાં પડેલી 10 વિકેટોમાંથી 7 વિકેટ સ્પિનરોએ લીધી હતી. મુંબઈ-કોલકાતા મેચમાં ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવા માંગશે.
મુંબઈ ઈન્ડિયન્સના સંભવિત પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, કેમેરોન ગ્રીન, તિલક વર્મા, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, રિતિક શોકીન, પીયૂષ ચાવલા, અરશદ ખાન, જેસન બેહનડોર્ફ.
કોલકાતા નાઈટ રાઈડર્સના સંભવિત પ્લેઈંગ 11: નીતિશ રાણા (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), નારાયણ જગદીસન, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, લોકી ફર્ગ્યુસન.
મેચની આગાહી
IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સારી શરૂઆત કરવામાં નિષ્ફળ રહી હતી. તેને પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી મેચમાં, મુંબઈએ દિલ્હી કેપિટલ્સ સામે 16મી સિઝનની પ્રથમ જીત નોંધાવી હતી. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. KKRએ 4 માંથી 2 મેચ જીતી છે અને 2 હારી છે. પરંતુ દિલ્હી સામેની જીત બાદ મુંબઈએ જોર પકડ્યું છે. આ મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ પર રમાશે. આથી કોલકાતા સામેની આ મેચમાં મુંબઈની ટીમ મેચ જીતી શકે છે.