ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 26મી મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે જયપુરમાં રમાઈ હતી. આ રોમાંચક મેચમાં લખનઉની ટીમ 10 રનથી વિજય મેળવવામાં સફળ રહી હતી. એલએસજી દ્વારા આપવામાં આવેલા 155 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આરઆરની ટીમ નિર્ધારિત ઓવરમાં છ વિકેટના નુકસાને 144 રન જ બનાવી શકી હતી.
યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરની શાનદાર ઇનિંગ્સ નિષ્ફળ ગઇ
લક્ષ્યનો પીછો કરતી વખતે યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરે જોરદાર બેટિંગ કરી હતી, પરંતુ તેઓ પણ ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ઇનિંગની શરૂઆત કરતી વખતે જયસ્વાલે 35 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 44 રનનું યોગદાન આપ્યું હતું. બટલરે 41 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓ સિવાય દેવદત્ત પડિકલે 21 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી.
આ પહેલા જયપુરમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લઉનૌ સુપર જાયન્ટ્સની ટીમ નિર્ધારિત ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 154 રન બનાવી શકી હતી. ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે કાઇલ મેયર્સે સૌથી વધુ 51 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. આ સિવાય કેએલ રાહુલે 39 રનનું યોગદાન આપ્યું હતું.
રાજસ્થાન રોયલ્સ માટે સૌથી સફળ બોલર ભારતીય અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન હતો. પોતાની ટીમ માટે ચાર ઓવર બોલિંગ કરતી વખતે તેણે 23 રન ખર્ચીને સૌથી વધુ બે સફળતા મેળવી હતી. બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સ માટે અવેશ ખાન સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 25 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
PBKS vs RCB: કોહલી અને ડુપ્લેસિસ સહિત બેગ્લોરના આ બોલરો માટે ખતરો છે રબાડા
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 27મી મેચમાં આજે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ મોહાલીમાં રમાશે. આ મેચ દ્વારા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ જીતના માર્ગે પરત ફરવા માંગશે. છેલ્લી મેચમાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 8 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, શિખર ધવનની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચ જીત્યા બાદ ઉત્સાહમાં છે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધાની અપેક્ષા છે. આ સિવાય બંને ટીમોમાં ઘણા એવા ખેલાડીઓ છે, જેમની વચ્ચે મેચ દરમિયાન રોમાંચક સ્પર્ધા જોવા મળશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો બેટ્સમેન વિરાટ કોહલી પંજાબના ઝડપી બોલર કાગીસો રબાડા સામે સંઘર્ષ કરી રહ્યો છે. પંજાબ સામેની મેચમાં બંને વચ્ચે રસપ્રદ જંગ જોવા મળશે. રબાડાએ ટી20 ક્રિકેટમાં ચાર વખત વિરાટને આઉટ કર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ફિનિશર દિનેશ કાર્તિક પણ કાગીસો રબાડા સામે કંઈ ખાસ કરી શક્યો નથી. રબાડાએ ચાર વખત કાર્તિકને આઉટ કર્યો છે.