મુંબઈ ઈન્ડિયન્સે IPL 2023 ની તેમની ત્રીજી જીત નોંધાવી. મુંબઈએ ગયા મંગળવારે,18 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદને તેના હોમગ્રાઉન્ડ પર 14 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 192 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા હૈદરાબાદ 19.5 ઓવરમાં 178 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈની આ જીતમાં ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન ટીમનો હીરો રહ્યો હતો. ગ્રીને શાનદાર ઓલરાઉન્ડરનું પ્રદર્શન કર્યું, જેના માટે તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ આપવામાં આવ્યો.
કેમરન ગ્રીને ટીમ માટે 40 બોલમાં અણનમ 64 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આ પછી ગ્રીને બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 7.20ની ઈકોનોમી સાથે 4 ઓવરમાં 29 રન આપીને એક વિકેટ પોતાના નામે કરી.
‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો અને કહ્યું- યોજના પૂરી થઈ
મેચ બાદ ગ્રીને કહ્યું, “મને લાગે છે કે પ્રથમ કેટલીક મેચો મારા અને અમારી ટીમ માટે શીખવાની તક હતી. તે થોડી કઠણ હતી.પરંતુ ખુશી છે કે યોજનાઓ સાકાર થઈ. હું ડેથ ઓવરોમાં મારી બોલિંગથી પ્રગતિ કરી રહ્યો છું. ચોક્કસ અમે જીતની ગતિ ચાલુ રાખી શકીએ છીએ.
અગાઉની મેચોમાં ગ્રીન ફ્લોપ રહ્યો હતો
આ સીઝન પહેલા મુંબઈએ ગ્રીનને 17.50 કરોડ રૂપિયાની જોરદાર કિંમત આપીને ટીમનો ભાગ બનાવ્યો હતો. તેની શરૂઆતની મેચોમાં, ગ્રીન તે કરી શક્યો ન હતો જેના માટે તે જાણીતો છે અથવા જે કામ માટે ટીમે તેને ખરીદ્યો હતો. પરંતુ હૈદરાબાદ સામેની શાનદાર ઇનિંગ્સે બધાને ગ્રીને ટિકાકારો ને વાત કરતા અટકાવી દીધા હતા. છેલ્લી ચાર મેચમાં ગ્રીને બેટિંગમાં 5, 12, 17* અને 1* રનની ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેને બોલિંગમાં માત્ર 2 વિકેટની સફળતા મળી હતી હતી. હતી.