આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહ, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતના નેતાઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા
દરમિયાન સી.આર પાટીલે જણાવ્યું હતું કે,’પીએમ મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમના 99 એપિસોડ પૂર્ણ કર્યા છે. હું તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.’ વધુમાં પાટીલે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં કોઈ પણ દેશના વડાપ્રધાન કે, રાષ્ટ્રપ્રમુખ દ્વારા આવો પ્રયાસ કરવામાં નથી આવ્યો. પીએમ મોદી દુનિયાના પહેલા એવા વડાપ્રધાન છે, કે જેમને આવો પ્રયાસ કર્યો છે અને આ જ એમની પોઝિટિવિટી અને ક્રિએટિવિટી છે.
40થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા 10 દિવસની મહેનતે પ્રદર્શની તૈયાર કરી
માહિતી મુજબ, મોડાસામાં પીએમ મોદીના ‘મન કી બાત’ના 100મા કાર્યક્રમને લઈને એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 4 હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા. ઉપરાંત, સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ સહિતના વિવિધ શહેરમાં આ પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરાશે એવી માહિતી છે. વડોદરામાં પીએમ મોદીના મન કી બાતના 100મા એપિસોડની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શનીનું આયોજન કરાયું હતું, જેમાં મન કી બાત કાર્યક્રમના મહત્ત્વના અંશોના ફોટોગ્રાફ્સ મુકાયા છે. 40થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા 10 દિવસની મહેનતે આ પ્રદર્શની તૈયાર કરવામાં આવી છે. આ પ્રદર્શનીની ઇ-બુકનું લોન્ચિંગ પણ આજે કરાયું છે.