તમારા બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ તમને કેટલી વખત દંડ કરવામાં આવ્યો છે? જો તેનો જવાબ ઘણી વખત હોય તો આ ઝંઝટનો અંત આવવાનો છે.
કરાડે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, બેંકો સ્વતંત્ર સંસ્થા છે. તેમનું બોર્ડ ઓફ ડિરેક્ટર દંડ માફ કરવાનો નિર્ણય લઈ શકે છે. આપને જણાવી દઈએ કે, મીડિયાએ રાજ્ય મંત્રી કરાડને મિનિમમ બેલેન્સ મેન્ટેન રાખવા વિશે પૂછ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું કેન્દ્ર બેંકોને સૂચના આપવાનું વિચારી રહ્યું છે કે જે એકાઉન્ટ્સમાં રકમ લઘુત્તમ નિર્ધારિત સ્તરથી નીચે આવે છે તેના પર કોઈ દંડ લાદવામાં ન આવે.
બેલેન્સ મેન્ટેન કરવાની લિમિટ અલગ – અલગ
આપને જણાવી દઈએ કે, હાલમાં જાહેર ક્ષેત્રની બેંક અને ખાનગી બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવું પડે છે. જો તમે મિનિમમ બેલેન્સ ન રાખો તો તમારે દંડ ભરવો પડશે. બેલેન્સ જાળવવાની મર્યાદા બેંકો અને શહેરો અનુસાર બદલાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનું મેટ્રો સિટીમાં દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (SBI)માં એકાઉન્ટ છે, તો તેણે 3000 રૂપિયાનું મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવું પડશે. બીજી તરફ, જો તમારું એકાઉન્ટ ગ્રામીણ વિસ્તારની શાખામાં છે, તો તમારે 2000 રૂપિયાનું મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવું પડશે.
ઉલ્લેખનીય છે કે, ભારતની મોટાભાગની બેંકોમાં મિનિમમ બેલેન્સની લિમિટ નક્કી કરવામાં આવી છે. જોકે, જનધન ખાતા ધારકોને તેમાંથી છૂટ આપવામાં આવી છે.