જણાવી દઈએ કે, જૂના રથની જેમ જ નવા રથની ઊંચાઈ અને પહોળાઈ રાખવામાં આવી છે. જ્યારે જગન્નાથપુરી મંદિરની થીમ પર કલર કરાશે.
જણાવી દઈએ કે, 22મી જૂનના રોજ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. ત્યારે આજે શનિવારે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રના રથનું પૂજન કરવામાં આવ્યું હતું. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે નરહરિ અમીન, અમદાવાદના મેયર સાથે અન્ય અગ્રણીઓ રથની પૂજામાં હાજર રહ્યા હતા. જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રથનું પૂજન કર્યું હતું.
નવા રથની ડિઝાઇનમાં કોઈ ફેરફાર નથી કરાયો
માહિતી મુજબ, આ વર્ષે નવા રથમાં ભગવાન નગરચર્ચાએ નીકળશે. આજે આખાત્રીજે વણજોયું મુહૂર્ત હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના દિવસે રથની પૂજા કરવામાં આવતી હોય છે. ગૃહમંત્રીએ ત્રણેય રથની પૂજા કરી રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ કર્યો હતો. માહિતી મુજબ, નવા રથમાં ખલાસીઓ દ્વારા એક પણ ખીલીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ નવા રથ બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે. નવા રથની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા રથ જૂના રથની જેમ જ તૈયાર કરવામાં આવ્યા છે.