લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે આગવી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં લોકસભાની કુલ ૨૬ બેઠકો છે. આ બેઠકો ઉપર ભાજપની ભવ્ય જીત મેળવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. પોરબંદરમાં ભાજપ કાર્યાલય ખાતે કારોબારી મિટીંગ યોજાઇ હતી. જેમા મિટીંગમાં પોરબંદર લોકસભા બેઠક ઉપર પાંચ લાખ કરતાં પણ વધુ લીડથી જીત મેળવવા વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ)ના અધ્યક્ષ સ્થાને શહેર ભાજપની કારોબારી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને સંગઠનને મજબૂત બનાવવા ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં મહાલોકસંપર્ક અભિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજા હીતમાં કરેલી વિશિષ્ટ કામગીરીને લોકો સુધી પહોંચાડવા સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને આગામી લોકસભા ચૂંટણીમાં પોરબંદર લોકસભા બેઠક લાખ થી વધુ મતની લીડથી જીતવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા, મહામંત્રી અશોકભાઈ મોઢા, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ વિરમભાઈ કારાવદરા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઈ સહીત પોરબંદર-છાયા નગરપાલિકાના સર્વે કાઉન્સિલરો અને ભાજપની ટિમ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.