વડાપ્રધાનન નરેન્દ્ર મોદીનો 12 મેના રોજ અમદાવાદમાં પ્રવાસ યોજવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત આ દરમિયાન થશે. પીએમ દ્વારા 1400 કરોડના વિકાસકાર્યોની ભેટ અપાશે.
અમદાવાદમાં વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ
1400 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ
બાપુનગરમાં 75 કરોડના ખર્ચે એસટીએફ પ્લાંટનું ખાતમુહુર્ત
63 કરોડના ખર્ચે હાઉસિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ
બાપુનગરમાં 75 કરોડના ખર્ચે એસટીએફ પ્લાંટનું ખાતમુહુર્ત કરવામાં આવશે, આ સાથે 63 કરોડના ખર્ચે હાઉસિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવશે. અગાઉ પણ પીએમ મોદીના હસ્તે અમદાવાદમાં અનેક લોકાર્પણ અને ખાતમૂહુર્ત થયા છે ત્યારે વધુ ભેટ તેમના દ્વારા આ વખતને આપવામાં આવશે. 12 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની મુલાકાતને લઈને કોર્પોરેશ તંત્ર દ્વારા પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. પીએમના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના ઉદ્ઘાટનમાં નવનિર્મિત બ્રિજ, MLDના STP પ્લાન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અગાઉ પણ ગુજરાત પ્રવાસ સૌરાષ્ટ્ર તમિલ કાર્યક્રમને લઈને થવાનો હતો પરંતુ આ કાર્યક્રમ રદ થયો હતો ત્યારે હવે 12 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.