જે હોટલમાં વિકૃત સસરાએ થેરાપી સેન્ટર ઉભું કર્યું હતું તે હોટલના મેનેજરે કહ્યું છે કે, વિદેશથી પણ કોલ ગર્લ હોટલમાં આવતી હતી. આ મામલે પોલીસે નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધકી છે.
રાજકોટમાં મહિલાના બિભત્સ વીડિયો પોર્ન સાઈડ મુકવાના મામલે તપાસ તેજ થતા હોટલ મેનેજરનું નિવેદન લેવામાં આવ્યું છે. વિદેશથી કોલગર્લ આવતી હતી. આરોપીઓે સામે હોટલ મેનેજરને સાક્ષી બનાવવામાં આવશે.
ગઈકાલે સામે આવ્યું હતું કે, સસરો મસાજ પાર્લર ચલાવતો હતો અને ત્યાં વેબ કેમેરો મુકાયો હતો પરંતુ તે બિભત્સ વીડિયો ઉતારવા માટે આ કેમેરો રાખતો હતો કે કેમ તે બાબતે પણ તપાસ થશે.
મેનેજરે કબૂલાત કરતા તપાસ પણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રકરણને લઈને સાબયર ક્રાઈમ તપાસ કરી રહી છે. ત્યારે આ મામલે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મહિલાનો પોર્ન વીડિયો વાયરલ કરવામાં આવતો હતો. ત્યારે કેસ શર્મસાર કરનારી ઘટના બાદ, આ ગુનાહીત કૃત્યને લઈને સમગ્ર રાજ્યમાં ચર્ચા છે. ત્રણેય આરોપી સાસુ, સસરા અને પતિ અત્યારે જેલના સળીયા પાછળ છે.