Gujarati NewsLocalGujaratSuratTheft In A Ceramic Shop In Khatodara, Surat, Two Months After The Theft Of Three Lakhs Again With The Same Modus Operandi
સુરત28 મિનિટ પહેલા
કૉપી લિંક
કોઈ જ ડર વગર દુકાનમાં ઘુસેલા તસ્કરે ટેબલમાંથી રોકડની ચોરી હતી.
ટી-શર્ટ અને હાફ પેન્ટ પહેરીને આવેલા તસ્કરના હાથમાં માત્ર 3450 આવ્યા
સુરતના ખટોદરા વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા હોય તેવું સામે આવી રહ્યું છે. શનિદેવમંદિરની સામે, સોમા કાનજી-2માં આવેલી તરણજોત સિરામિક નામની દુકાનમાં તસ્કરે ચોરી કરી હતી. દુકાનની પાછળના ભાગે આવેલી લોખંડની ગ્રીલના સળીયા તોડીને અંદર પ્રવેશેલા તસ્કરના હાથમાં માત્ર 3450 જ આવ્યા હતાં. જો કે, બે મહિના પહેલા 3 લાખથી વધુની ચોરી પણ આ જ મોડસ ઓપરેન્ડીથી થઈ હતી. એક જ દુકાનમાં બીજી વાર સરખી રીતે ચોરી થતાં પોલીસ કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
લોખંડની ગ્રીલ તોડવાના હથિયાર સાથે તસ્કર દુકાનમાં પ્રવેશ્યો હતો.
દુકાનના પાછળથી ચોર આવેલોખટોદરા ઉ.મ.રોડ શનિદેવ મંદિરની સામે આવેલી તરણજોત નામની દુકાનમાં પ્રકાશભાઈ પ્રભુભાઈ કારોરીયા સિરામિકની આઈટમનો વેપાર કરે છે. આ દરમિયાન 28મી માર્ચના રોજ રાત્રે 11 વાગ્યા બાદ અજાણ્યો તસ્કર દુકાનના પાછળના ભાગેથી બારી ખોલી અંદરની લોખંડની ગ્રીલના સળીયા તોડી તેમાંથી અંદર પ્રવેશી ઓફિસના ટેબલના ડ્રોઅરમાં મૂકેલા વેપાર ધંધાના ક્લેકશનના રોકડા 3450ની ચોરી કરી નાસી ગયો હતો.
આ જ તસ્કરે બીજી વખત ચોરી કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
તસ્કર CCTVમાં કેદબે મહિના અગાઉ આ જ દુકાનમાં ચોરી થઈ હતી. જે તે વખતે 3 લાખ 13 હજારથી વધુની રોકડની ચોરી થઈ હતી. જેથી દુકાનદાર દ્વારા અહિં CCTV લગાવવામાં આવ્યાં હતાં. આ વખતે ચોરી કરવા આવેલો શખ્સ શરીર પર ટી શર્ટ અને હાફ પેન્ટ પહેરીને આવ્યો હતો. સિફ્ટપૂર્વક એક જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરીને નાસી જતાં શખ્સને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, અવારનવાર ચોરીના બનાવો વધતા ખટોદરા પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા છે.
અન્ય સમાચારો પણ છે…