12 નવેમ્બરની હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ભાગ ન લેવા બદલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ભાજપ તરફથી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
હિમાચલની ચૂંટણીમાં પાર્ટીના કાર્યકરોએ રાહુલ ગાંધીને પ્રચાર માટે રાજ્યમાં પહોંચવાની પણ માંગ કરી હતી, પરંતુ તેમ છતાં તેમણે પોતાની કૂચ ચાલુ રાખી હતી. હિમાચલમાં ચૂંટણી પૂર્ણ થતાં કોંગ્રેસ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ત્યારે બહું જૂજ ગુજરાતના પ્રવાસે આવી રહેલા રાહુલ ગાંધી 22 તારીખે ગુજરાતમાં આવશે.
રાહુલ ગાંઘીના ગુજરાતમાં મોટા ત્રણ પ્રવાસો જ અત્યાર સુધી થયા છે ત્યારે તેઓ ફરીથી ચૂંટણીની તારીખો બાદ ગુજરાતમાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી મોડે મોડે ગુજરાતની મુલાકાતે આવશે અને સભાઓ કરે તેવી શક્યતાઓ છે.
ભારત જોડો આંદોલનમાં રાહુલ ગાંધી અત્યારે વ્યસ્ત છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં ચૂંટણીઓ ઉંબરે આવીને ઉભી છે. પ્રવાસમાંથી સમય કાઢીને ગુજરાતમાં આવશે કેમ કે, કોંગ્રેસમાં પણ ટિકિટ ના મળવાને લઈને આંતરીક નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીના કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેઓ ગુજરાત આવીને ચાર-પાંચ બેઠકો કરે તેવી યોજના ઘડવામાં આવી હોવાનું કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે.
કોંગ્રેસ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી બીજો મોટો પક્ષ બનીને રહ્યો છે પરંતુ આ વખતે આપની તૈયારીઓને જોતા આપ પાર્ટી બારે પડી શકે છે. કોંગ્રેસની પરંપરાગત વોટબેન્ક અને કેટલીક પ્રભૂત્વ ધરાવતી સીટો પણ કોંગ્રેસ માટે બચાવવી મહત્વની છે. જેથી અગાઉ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના પ્રવાસો હતા. ત્યારે અગાઉ કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ તેમના પ્રવાસ ગુજરાતમાં થાય તેમ કહેવામાં આવ્યું હતુ્ં.