લોકસભામાં જ ગઠબંધન કેમ નથી કરતા અને વિધાનસભામાં જ ગઠબંધન કેમ કરે છે તેમ કાર્યકર્તાઓ કોંગ્રેસના કહી રહ્યા છે.
ઉમરેઠના કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સોદાબાજી નહીં ચાલે આ નારાઓથી કોંગ્રેસ ભવન ગૂંજી ઉઠ્યું હતું. કોંગ્રેસમાં ટિકિટને લઈને કકળાટ જોવા મળ્યો છે. ટિકિટની માંગણીને લઈને આ વિરોધ જોવા મળ્યો છે. લોકસભામાં જ ગઠબંધન કેમ નથી કરતા અને વિધાનસભામાં જ ગઠબંધન કેમ કરે છે તેમ કાર્યકર્તાઓ કોંગ્રેસના કહી રહ્યા છે. ઉમરેઠ વિધાનસભામાં અમે કોંગ્રેસની ટિકિટ લાવવા માટે સક્ષમ છીએ પરંતુ છતાં પણ અમને અંધારામાં રાખીને એનસીપી સાથે ગઠબંધન કરી દીધું છે. તેમ અહીં આવેલા કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવતા કહ્યું હતું.
કોંગ્રેસ કાર્યાલયોના દરવાજાઓ ભારે વિરોધ થતા બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ કાર્યકર્તાઓ ભારે હોબાળો કરતા અંદર પહોંચી ગયા હતા. સોદાબાજી નહીં ચાલે આ નારાઓથી ગૂંજી ઉઠ્યું કોંગ્રેસ ભવન
– આ સીટો પર ગઠબંધન
તાજેતરમાં જ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધનને લઈને આજે જાહેરાત કરવામાં આવી છે. બન્ને પક્ષ ત્રણ બેઠક પરથી સાથે મળીને ચૂંટણી લડશે. આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર અને એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી એ સાથે મળીને આ જાહેરાત કરી છે. દેવગઢબારીયા, નરોડા સહીતની ત્રણ સીટો પર ગઠબંધન છે.
– અમદાવાદમાં પણ ટિકિટને લઈને કાર્યકરોનો કકળાટ
આ ઉપરાંત આજે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે યુવા કાર્યકરો દ્વારા ભારે હોબાળા સાથે વિરોધ અને તોડફોડ કરાઈ હતી. નંબરપ્લેટો તોડીને ભરતસિંહનું નામ દિવાલ પર લખીને, ભરત સિંહ પર પૈસા માટે ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો હતો. ઈમરાન ખેડાવાલને ટિકિટ આપતા પણ વિરોધ જોવા મળ્યો હતો.