સિંગાપોર પોસ્ટે ચીન અને તાઈવાનની સંરક્ષણ તૈયારીઓને લઈને એક રિપોર્ટ આપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ચીનના ઈરાદાને સમજીને તાઈપેએ તેની સૈન્ય તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ચીન અને તાઈવાનની સંરક્ષણ તૈયારીઓ અને યુદ્ધ તરફ આગળ વધવાને લઈને એક મીડિયા રિપોર્ટમાં મોટો દાવો કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ચીને તાઈવાનને તેના દેશ સાથે ફરીથી જોડવાના ઈરાદાથી પોતાની સૈન્ય ગતિવિધિઓ વધારી છે. તેને જોતા તાઈપેએ પણ પોતાના સંરક્ષણ અને યુદ્ધની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સિંગાપોર પોસ્ટે ચીન અને તાઈવાનની સંરક્ષણ તૈયારીઓને લઈને એક રિપોર્ટ આપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ચીનના ઈરાદાને સમજીને તાઈપેએ તેની સૈન્ય તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પહેલા રવિવારે તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ-વેને બેઈજિંગને ચેતવણી આપી હતી કે, આ ટાપુ તાઈવાનના લોકોનો છે. ચીનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, તાઈવાનનું અસ્તિત્વ કોઈના માટે ઉશ્કેરણીજનક નથી.
સિંગાપોર પોસ્ટે તાઈવાનની સ્થાનિક મીડિયા પોસ્ટના આધારે આ સમાચાર આપ્યા છે. તેમાં કહેવામાં આવ્યું કે, તાઇવાને ફાઇટર જેટ અને નૌકાદળના જહાજો જેવા મોટા સૈન્ય પ્લેટફોર્મ અને સિસ્ટમ ખરીદવાને બદલે નાના ઘાતક એન્ટિ-શિપ શસ્ત્રો અને સપાટીથી હવામાં મિસાઇલો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જે રીતે પોતાની સેનાને યુદ્ધની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે તે જ રીતે તાઈવાનના નેતાએ પણ સ્પષ્ટ કહ્યું છે કે તે જિનપિંગની નીતિઓ સામે શરણાગતી સ્વીકારશે નહીં. તેમણે ચીની સાર્વભૌમત્વ હેઠળ સ્વાયત્તતા માટે જિનપિંગના ‘એક દેશ, બે પ્રણાલી’ના પ્રસ્તાવને મંજૂરી આપી ન હતી. તાઈવાનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તે તેમના જીવનનું મિશન છે કે ટાપુ તેના લોકો માટે રહે.
ચીની રાષ્ટ્રપતિ જિનપિંગે 8 નવેમ્બરે કહ્યું હતું કે, તેમણે બેઇજિંગને તેની સૈન્ય તાલીમ મજબૂત કરવા અને કોઈપણ યુદ્ધની તૈયારી કરવા સૂચના આપી છે. તેમણે કહ્યું હતું કે, ચીનની સુરક્ષાને લઈને અસ્થિરતા અને અનિશ્ચિતતા વધી રહી છે. ચીનના રાષ્ટ્રપતિએ બેઇજિંગમાં ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનના કોમન કમાન્ડ સેન્ટરની મુલાકાત દરમિયાન આ વાત કહી.