ઓક્સિજન, દવાઓ, વેન્ટિલેટર અને અન્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા અને કોરોના વોર્ડને ફરીથી સક્રિય કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
ત્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન રસી લેવા અને વધુ નાગરીકો વચ્ચે માસ્ક પહેરવા સૂચન કર્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને કોરોનાના પ્રકારને લઈને એલર્ટ કરવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કોરોના સંકટને કારણે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ અપીલ કરતા કહ્યું કે મોટા મેળાવડામાં માસ્ક પહેરવું ફરજિયાત છે. આ સાથે મુખ્યમંત્રીએ લોકોને સાવચેતીના ડોઝ લેવા પણ કહ્યું છે.
ખાસ વાત એ છે કે અલગ-અલગ રાજ્યોમાં કોરોનાથી બચવાના ઉપાયો શરૂ થઈ ગયા છે. ઓક્સિજન, દવાઓ, વેન્ટિલેટર અને અન્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા અને કોરોના વોર્ડને ફરીથી સક્રિય કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
કોરોના ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને જો કોઈ વ્યક્તિ સંક્રમિત જોવા મળે છે તો તેમના જીનોમ સિક્વન્સિંગની તપાસ કરવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. જેથી દર્દીમાં કોરોનાનો વેરીયન્ટ જાણી શકાય.