મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી રાજીનામું આપશે. તેમણે એમ કહીને રાજીનામું આપવાની ઓફર કરી છે કે તેઓ તમામ રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે. જણાવી દઈએ કે કોશ્યરી છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી વિવાદોમાં છે
કોશ્યરીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને લખ્યું, ‘પીએમ મોદીની મુંબઈની તાજેતરની મુલાકાત દરમિયાન, મેં તેમને મારી તમામ રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવા અને મારું બાકીનું જીવન વાંચન, લેખન અને અન્ય પ્રવૃત્તિઓમાં વિતાવવાની મારી ઈચ્છા જણાવી. મને પીએમ મોદી તરફથી હંમેશા સ્નેહ મળ્યો છે અને હું આશા રાખું છું કે આ બાબતમાં પણ મને એવું જ મળશે.’
નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા કોશ્યરી
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા. તાજેતરમાં તેમણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે કહ્યું હતું કે તેઓ જૂના જમાનાના આઇકોન હતા. તેમના નિવેદનની વિપક્ષ ઉપરાંત રાજ્ય સરકારના અનેક નેતાઓએ પણ આકરી ટીકા કરી હતી.
અગાઉ, કોશ્યરીએ જુલાઈ 2022 માં કહ્યું હતું કે જો ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ મહારાષ્ટ્ર છોડી દે, તો મુંબઈ દેશની આર્થિક રાજધાની તરીકેનો દરજ્જો ગુમાવશે. આ સિવાય વિપક્ષ તેમના પર પક્ષપાતી હોવાનો પણ આરોપ લગાવી ચુક્યા છે.