એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિરીંગ ના “રોબોકોન ક્લબ- એલડીસીઈ” એ તેના ત્રણ દિવસીય ટેકનીકલ ફેસ્ટિવલ “લક્ષ્ય ૨૦૨૩” ની વિગતો જાહેર કરેલ છે, જેમાં કેટલાક વર્કશોપ્સ, ટેકનીકલ ઈવેન્ટ્સ, નોન ટેકનીકલ ઈવેન્ટ્સ, એક્સપર્ટ લેક્ચર્સ અને ફન ઈવેન્ટ્સ વગેરે અનેક કાર્યક્રમોનું આયોજન થવાનું છે. ૨૭ એપ્રિલે, લક્ષ્ય ઇવેન્ટ નો “એક્વિઝન” થીમ આધારિત પ્રારંભ થશે. આ ઈવેન્ટ ના પ્રારંભે, માનવ અને વિવિધ રોબોટ વચ્ચેના સંબંધ ની અમર્યાદ સંભાવનાઓ તથા માનવ શ્રમ પર થનાર સંભવિત અસરો વિશે ચર્ચા કરવા માં આવશે તથા સ્પર્ધાઓ યોજવામાં આવશે. ઇવેન્ટના પ્રારંભે, શ્રી શિવમ બારૈયા (ડેપ્યુટી કલેક્ટરશ્રી), શ્રી રુચિર કક્કડ (સી.ઈ.ઓ. WEBOCCULT, રોબોટીક્સ તથા આર્ટીફિશીયલ ઇંટેલિજન્સ ના નિષ્ણાત) તથા શ્રી હિમાંશુ ધાંડેકર (સહ સ્થાપક – PITCHVILLA.COM, સ્ટાર્ટ અપ સહાયક તથા એંજલ ઇંવેસ્ટર) ૧૯૪૮થી દેશમાં એન્જિનિયરીંગ માટેની શરૂ થયેલી સંસ્થાઓમાંની એક એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરીંગ એક અગ્રણી સંસ્થા છે.
L. Dના અનેક પૂર્વ વિદ્યાર્થીઓ દુનિયાભરમાં પ્રતિષ્ઠિત કંપનીઓમાં ટોચના સ્થાને કાર્યરત છે. ૨૦૧૪ માં “લક્ષ્ય” ની શરૂઆત વિદ્યાર્થી સમુદાયને તેમની ટેકનીકલ ક્ષમતાઓ વિકસાવવા માટે કરવામાં આવી. લક્ષ્ય વિવિધ પૃષ્ઠભૂમિ અને વિવિધ કોલેજીસના તમામ ભાવિ એન્જિયનિર્સને વર્કશોપ્સ, ટેકનીકલ, નોન-ટેકનીકલ, લિટરરી તથા ફન ઈવેન્ટ્સમાં સામેલ થવા માટે તક આપે છે. “લક્ષ્ય” એક થીમ આધારિત ઈવેન્ટ છે અને દર વર્ષે આ ઈવેન્ટ અનોખી થીમ સાથે આવે છે. આ વર્ષની થીમ “એક્વિઝન” છે અને તેના અનુસંધાને તા:૨૭ અપ્રિલ, ૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ વાગે કાર્યક્રમના ઉદ્ઘાટ્ન સમયે કોલેજના પરિસરમાં શ્રી શિવમ બારૈયા, શ્રી રુચિર કક્કડ, શ્રી હિમાંશુ ધાંડેકર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.