વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. તેમનો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પણ મહત્વનો કાર્યક્રમ યોજવામાં આવશે.
પીએમ મોદી આવતીકાલેટ સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં એક દિવસનો પ્રવાસ રહેશે. 12મી મેના રોજ પીએમ આવાસ યોજનાઓના લોકાર્પણ કરશે.
એક જ દિવસમાં પીએમ બેઠક, વિવિધ લોકાર્પણો તેમજ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ રહેશે. તેમનો મહાત્મા મંદિર, ગિફ્ટ સિટીમાં કાર્યક્રમ રહેશે આ સાથે તેઓની સંગઠન, સીએમ સાથેની બેઠક પણ યોજવામાં આવશે.
આ રહેશે વડાપ્રધાન નરેટન્દ્ર મોદીના એક દિવસના કાર્યક્રમો
- – 10 વાગે અમદાવા એરપોર્ટ પર ઉતરી ગાંધીનગર જશે
- – સવારે 11 કલાકેટ પ્રાથમિક શિક્ષણ સંઘના અધિવેશનમાં હાજરી આપશે.
- – બપોરે 12 કલાકે અમૃત આવાસોત્સવમાં હાજરી આપશે
- – બપોરે 12 કલાકે 1946 કરોડના ખર્ચે 42 હજાર આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.
- – બપોરે 1.30 કલાકે એક કલાક રાજભવનમાં રોકાણ કરશે.
- – બપોરે 1.30 કલાકે સીએમ તેમજ સંગઠન અને સચિવ સાથે બેઠક કરશે.
- – બપોરે 3 કલાકે ગિફ્ટ સિટી ખાતે સીઈઓ અને કુલપતિઓ સાથે બેઠક કરશે.