અનુસૂચિત જાતિના ખેડુતોને બાગાયત કચેરી દ્વારા વિનામૂલ્યે હાઇબ્રીડ શાકભાજીની કિટ આપવામાં આવશે
—
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના ખેડુતો માટે વિવિધ પ્રકારની યોજનાકીય સહાય અમલી કરવામાં આવી છે. આ યોજનાકીય સહાય અન્વયે
શાકભાજીની ખેતી કરતા હોય અનુસૂચિત જાતિના ખેડુત ખાતેદારોને તેવા યોજનાકીય સહાય બાગાયત કચેરી, અમરેલી દ્વારા આપવામાં આવે છે. વર્ષ-૨૦૨૩-૨૪ માટે શાકભાજીના હાઇબ્રીડ બિયારણ કિટ્સ વિનામૂલ્યે આપવાની યોજના અમલી છે. આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક હોય તેવા અમરેલી જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડુતોએ, ૭/૧૨, ૮-અ, આધારકાર્ડની નકલ તથા સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસુચિત જાતિ અંગેનો દાખલો સહિતના જરુરી સાધનિક કાગળો- દસ્તાવેજો સાથે લક્ષ્યાંકની મર્યાદાને ધ્યાનમાં રાખી સમય મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અમરેલી જિલ્લાની, નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલીનો સંપર્ક કરવો. આ અંગે વધુ માહિતી અને વિગતો માટે અમરેલી બાગાયત કચેરીના ફોન નં.(૦૨૭૯૨) ૨૨૩૮૪૪ નો સંપર્ક કરવો, તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના ખેડુતો માટે વિવિધ પ્રકારની યોજનાકીય સહાય અમલી કરવામાં આવી છે. આ યોજનાકીય સહાય અન્વયે