ધોરણ 12 સામાન્ય પ્રવાહના રીઝલ્ટની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ધોરણ 12 સાયન્સનું પરીણામ મે એન્ડ સુધીમાં અથવા જૂનના ફર્સ્ટ વીકમાં જાહેર થાય તેવી શક્યતા છે. આ પરીણામને લઈને અંતિમ તબક્કામાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ધોરણ 12 સાયન્સ બાદ કોમર્સ અને આર્ટ્સ પ્રવાહનું રીઝલ્ટ પણ જાહેર કરવામાં આવશે.
ધોરણ બાર સાયન્સના રીઝલ્ટ બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ 10 અને ધોરણ 12ના પરીણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે અત્યારે પરીણામની અંતિમ તબક્કામાં તૈયારીઓ ચાલી રહી છે. પરીણામ જાહેર થયા બાદ સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવશે. જો કે, ધોરણ 12નું પરીણામ જાહેર થયા બાદ તુરંત થોડા દિવસ બાદ ધોરણ 10નું પણ પરીણામ જાહેર કરવામાં આવશે. આ પહેલા સાયન્સ અને સીબીએસસી બોર્ડના ધોરણ 10 અને 12ના પરીણામો જાહેર થઈ ચૂક્યા છે.
ધોરણ 12 સાયન્સનું આ વર્ષનું 66 ટકા આવ્યું છે પરીણામ
ધોરણ 12નું સાયન્સનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજરાતનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. અંગ્રેજી માધ્યમનું પરિણામ 67.18 ટકા જાહેર થયું હતું જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32 ટકા જાહેર થયું હતું જ્યારે A ગ્રુપના ઉમેદવારોનું 72.27 ટકા પરિણામ આવ્યું હતું. ત્યારે સામાન્ય પ્રવાહના રીઝલ્ટને લઈને વધુ અપેક્ષા છે.