ગાબડું : બનાસકાંઠા ના લાલપુરા ની સીમ માંથી પસાર થતી એટા-માઈનોર ૩૦ ફૂટ નું ગાબડું ,ખેડૂત ને ભારે નુકશાન ,ખેતરો બેટ માં ફેરવાયા
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેડૂતોને ખેતી કરવા માટે અને સ્થાનિકોને પીવા માટે પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ યોજના થકી કેનાલો બનાવવામાં આવે છે. પરંતુ જ્યારથી આ કેનાલો બની છે ત્યારથી કાગળોની જેમ પાણી છોડતાની સાથે જ કેનાલો તૂટી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં કેનાલોમાં ગાબડું પડવાનો સીલસીલો યથાવત રીતે હજુ પણ ચાલુ છે. એકબાજુ ઉનાળા ની શરૂઆત માં પીવાના પાણીની બૂમરાડ મચી રહી છે. બીજીબાજુ ખેતરો સુધી પાણી પહોંચાડવા બનાવાયેલી નર્મદાની માઇનોર કેનાલોનું કામ સાવ હલકી ગુણવત્તાનું હોઇ વારંવાર તૂટતાં લાખો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ત્યારે જેમાં ખેડૂતોને ઉભા પાક માં પાણી ફરી વળતા મોટો નુકસાન વેચવાનો વારો આવ્યો હતો ત્યારે ફરી એકવાર વાવ તાલુકા ના લાલપુરા ની સીમ માંથી પસાર થતી એટા માઈનોર ૦૨ કેનાલમાં ૩૦ ફૂટ નું ગાબડું પડ્યું હતું.કેનાલમાં અધુરી સાફ-સફાઈ અને હલકી ગુણવત્તાના કામને લઈને વારંવાર કેનાલો તૂટી રહી છે. જેથી વારંવાર તૂટતી કેનાલોના કારણે ધરતીપુત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા કેનાલ નું કામકાજ શરૂ ન કરવામાં આવતા કેનાલ રીપેર કરવાનો ખેડૂતોને વારો આવ્યો છે. ત્યારે આ બાબતે કેનાલનું પાણી ખેતરમાં ફરી મળતા ખેડૂતોને થયેલા નુકસાન નું વળતર તાત્કાલિક ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે.