પોરબંદરમાં `મેરી લાઈફ મેરા સ્વચ્છ શહેર’ નામનું રાષ્ટ્રીય અભિયાન શરૂ કરાયુ છે. હવે લોકોને પ્લાસ્ટીકના બદલે રોકડા આપવામાં આવશે. ઉપરાંત કપડા,ચોપડા વગેરે ઉપયોગી વસ્તુ જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે.
વૈશ્વિક નેટવર્કને પ્રોત્સાહન આપવા માટે મિશન કઈંઋઊ(પર્યાવરણ માટેની જીવનશૈલી) ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૨૦/૧૦/૨૦૨૨ ના રોજ જાહેરાત કરી હતી. જે સંદર્ભે સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ આવાશ અને શહેરી બાબતોના મંત્રાલયએ તા. ૦૫/૦૬/૨૦૨૩ વિશ્વ પર્યાવરણ દિવસ સુધી નમેરી લાઈફ મેરા સ્વચ્છ શહેરસ્ત્ર નામનું રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અન્વયે પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારિઆ, ચીફ ઓફિસર તથા સેનિટેશન ચેરમેન કૃપા હિતેશભાઈ કારિયા, સેનિટેશન વિભાગના હેલ્થ ઓફિસર જગદીશ આર. ઢાંકી તથા રધુવંશી એકતા પોરબંદર સંસ્થાના બેહનોની વિશેષ ઉપસ્થિતિમાં તા. ૨૩/૦૫/૨૦૨૩ થી લીમડા ચોક શાકમાર્કેટ ખાતે છછછ(રિડયુસ, રિયુઝ એન્ડ રિસાયકલ) સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. જેમાં બહોળી સંખ્યામાં નાગરિકોને જોડાવા અનુરોધ કર્યોછે. આ અભિયાન હેઠળ પોરબંદર શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસ સુધી છછછ (રિડયુસ, રિયુઝ એન્ડ રિસાયકલ) સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે. જ્યાં નાગરિકો પોતાની વપરાયેલી પ્લાસ્ટિકની વસ્તુઓ, જૂના પુસ્તકો, વપરાયેલા કપડાં, વપરાયેલા ફુટવેરો સહિતની રદી ચીજ વસ્તુઓ આપી શકશે. આ અભિયાન અન્વયે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા સેન્ટરો બનાવેલ છે. જ્યાં સવારના ૮ થી ૧ વાગ્યા સુધી તા. ૨૩ અને ૨૪ ના રોજ લીમડા ચોક ખાતે, તા. ૨૫ અને ૨૬ ના રોજ વાડી પ્લોટ ખાતે, તથા તા. ૨૭ અને ૨૮ ના રોજ માણેકચોક ખાતે તથા હમેશા માટે પી.જી.વી.સી.એલ. ઓફિસની બાજુમાં જૂના પીડબલ્યુડી ડેલા ખાતે તથા છાયાના ભીમરાવ ચોકમાં આવેલ નગરપાલિકાના વાહનના ડેલે ખાતે આ સેન્ટરો કાયમી ધોરણે શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન અંતર્ગત પોરબંદર શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છેકે આપની જૂની વસ્તુઓ પરત આપશો તેમજ આ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની બોટલો આપશો તો તેમની અવેજે વજન મુજબ આપને પ્રોત્સાહન રૂપે રકમ પણ આપવામાં આવશે.